બેંગલુરુથી લઇને રાજસ્થાન સુધી પદ્માવતી નો થઇ રહ્યો છે વિરોધ

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતી એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હવે પદ્માવતીનો વિરોધ બેંગલુરુ સુધી પહોંચી ગયો છે. બુધવારે બેંગલુરુમાં કરણી સેના અને રાજપૂત સંગઠનોએ સ્વાભિમાન પદયાત્રા નીકાળીને આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં ઠેર ઠેર આ ફિલ્મના વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જો કે આ ફિલ્મની અભિનેત્રી દિપીકા પાદુકોણે જણાવ્યું છે કે આ ફિલ્મને રીલિઝ થતી કોઇ નહીં રોકી શકે. નોંધનીય છે કે 1 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ થિયેટરમાં રીલિઝ થવાની છે.

Padmavati

રાજસ્થાનમાં પણ રાજપૂત સમાજની મહિલાઓએ જયપુરમાં આ ફિલ્મને બેન કરવાની માંગણી કરી છે. સાથે જ તેમણે આ ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. સાથે જ આ ફિલ્મના પોસ્ટરને પણ લાલ રંગની ક્રોસ કરીને તે લોકો આ ફિલ્મનો વિરોધ ઠેર ઠેર કરી રહ્યા છે. વધુમાં 300 જેટલી મહિલાઓએ રાજસ્થાનમાં હસ્તાક્ષર અભિયાનમાં જોડાઇને આ ફિલ્મનો વિરોધ કર્યો છે. તે લોકોનું કહેવું છે કે આ ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. વળી કેટલાક થિયેટરમાં પણ આ ફિલ્મની રીલિઝ પહેલા તોડફોટ થતા ડિસ્ટ્રીબ્યૂટર્સ પણ આ ફિલ્મને ખરીદવા માટે પાછે પાની કરી રહ્યા છે.

Karni Sena
English summary
Karni Sena takes out protest rally against Padmavati movie in Bengaluru.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.