For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ-19 પ્રોટોકૉલ હેઠળ લેવાશે કરતારપુર કૉરિડોર ફરીથી ખોલવાનો નિર્ણયઃ ભારત

ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે કરતારપુર કૉરિડૉરને ફરીથી ખોલવાનો નિર્ણય કોવિડ-19 પ્રોટોકૉલ હેઠળ જ લેવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાકિસ્તાન સરકારે કરતારપુર કૉરિડોરને ફરીથી ખોલી દીધુ છે. પાકિસ્તાન સરકારે ઘોષણા કરી છે કે તેમના તરફથી ગુરુદ્વારા કરતારપુર સાહિબ કૉરિડોરને ફરીથી ખોલી દેવામાં આવ્યો છે કારણકે તેમને ત્યાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો છે. વળી, ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે કરતારપુર કૉરિડૉરને ફરીથી ખોલવાનો નિર્ણય કોવિડ-19 પ્રોટોકૉલ હેઠળ જ લેવામાં આવશે. આ વિશે મંત્રાલયોની વાતચીત ચાલી રહી છે.

kartarpur

વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે કૉરિડોરના માધ્યમથી તીર્થયાત્રીઓની અવરજવર કોવિડ-19ના પ્રકોપના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયો જવાબ આવ્યો છે. પાકિસ્તાનના કરતારપુર કૉરિડોરને ખોલવાના પ્રસ્તાવ પર વિદેશ મંત્રાલયે કહ્યુ કે અમે ગૃહ મંત્રાલય અને આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના બધા સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે. મંત્રાલયનુ કહેવુ છે કે કરતારપુર કૉરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય કોવિડ-19 પ્રોટોકૉલ હેઠળ લેવામાં આવશે.

વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે ગયા વર્ષે કરતારપુર કૉરિડોર ખુલવા અને હસ્તાક્ષર કરનાર દ્વિપક્ષીય સમજૂતી સમયે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંને પક્ષ બુદ્ધિ રવિ ચેનલ પર એક પુલ બનવા સાતે અપેક્ષિત પાયાગત ઢાંચો પણ તૈયાર કરશે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે એક વર્ષ બાદ પાકિસ્તાનને પોતાના તરફથી પુલ નિર્માણ કરવાનુ કરવુ જોઈએ કારણકે અમારા તરફથી આ તૈયાર છે. મંત્રાલયે જણાવ્યુ કે પાકિસ્તાન સાથે એક ટેકનિકલ બેઠક થઈ અને 27 ઓગસ્ટ 2020એ બે ટીમ મળી હતી. ત્યારે પણ હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ એક્શન લેવામાં આવી નથી.

પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે શુક્રવારે કોવિડ-19 સ્થિતિમાં સુધારા બાદ કરતારપુર કૉરિડોર ફરીથી ખોલવાની અધિસૂચના જારી કરી કહ્યુ કે ભારતીય તીર્થયાત્રીઓ સવારથી સાંજ સુધી ગુરુદ્વારાના દર્શન કરી શકશે. કરતારપુર સાહિબ કૉરિડોર, 4.7 કિલોમીટર લાંબો માર્ગ જે ભારતના ગુરદાસપુરમાં ડેરા બાબા નાનક સાહિબ અને પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબને જોડે છે. ગયા વર્ષે આનુ ઉદ્ઘાટન કર્યુ હતુ.

12 વર્ષના બાળકને માતા અને બહેને ચિત્તાના મુખમાંથી જીવના જોખમે બચાવ્યો12 વર્ષના બાળકને માતા અને બહેને ચિત્તાના મુખમાંથી જીવના જોખમે બચાવ્યો

English summary
Kartarpur Corridor reopening as per Covid 19 protocol: India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X