કસાબને યરવડા જેલમાં દફનાવાયો

prithviraj-chauhan
મુંબઇ, 21 નવેમ્બર: મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર આર પાટીલે પુષ્ટી કરી છે કે દેશના દુશ્મન અજમલ આમિર કસાબને આજે સવારે 7:30 વાગે ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે અજમલ કસાબની લાશને પાકિસ્તાનને સોંપવામાં નહી આવે. તેને ભારતમાં દફન કરવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું છે કે કસાબને યરવડા જેલના પરિસરમાં જ દફનાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાનમાં રહેતા કસાબના પરિવારજનોને કુરિયરમાં પત્ર મોકલીને કસાબની ફાંસી અંગે માહિતી મોકલી દેવામાં આવી છે.

તેમને કહ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદી કસાબને 26/11 હુમલાનો ગુનેગાર માનવામાં આવતાં તેને ફાંસીએ લટકાવામાં આવ્યો છે. સંપૂર્ણ કાનૂની કાર્યવાહી બાદ અજમલ કસાબને ફાંસી આપવામાં આવી છે. તે 166 લોકોના મોત માટે જવાબદાર હતો.

આર આર પાટીલે કહ્યું હતું કે 26/11 ના પીડિતોને અજમલ કસાબની ફાંસી શ્રદ્ધાંજલિ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અજમલ કસાબને ફાંસીએ લટકાવવા પરવાનગી 8 નવેમ્બરે આપવામાં આવી હતી. સરકારે અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ગુપ્તતા જાળવવામાં આવી હતી. દેશે અજમલ કસાબને પુરી તક આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X