For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે તે વ્યક્તિ જેને સેનાના જવાનોએ જીપથી બાંધ્યો હતો

ઓમર અબ્દુલાએ એક ટ્વિટ કરી હતી અને પથ્થર ફેંકનાર યુવકને સેનાની જીપ સાથે બાંધવાની વાત કરી હતી. જે બાદ ભારે વિવાદ થયો હતો. જાણો કોઇ છે તે વ્યક્તિ.

|
Google Oneindia Gujarati News

જમ્મી કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો સાથે ગેરવર્તણૂક કરનાર કાશ્મીરી યુવકોનો વીડિયો સામે આવ્યા છે વધુ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સેનાના જવાનો એક યુવકને જીપ સાથે બાંધી નવ અલગ અલગ ગામમાં ફેરવી રહ્યા છે. આ ટ્વિટ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ કર્યું હતું. ત્યારે હવે આ યુવકનો નિવેદન સામે આવ્યું છે. ત્યારે અહીં જાણો આ અંગે વિગતવાર સમાચાર.......

CM મહબૂબા મુફ્તી માંગી રિપોર્ટ

CM મહબૂબા મુફ્તી માંગી રિપોર્ટ

વીડિયોને લઇને જ્યારે વિવાદ વધ્યો તો રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પોલીસ રિપાર્ટની માંગણી કરી હતી. સેનાએ પણ વીડિયોના તપાસની વાત કરી હતી. પણ આ તમામની વચ્ચે ઈન્ડિયન એક્સપ્રેમની જે યુવકને બાંધવામાં આવ્યો હતો તેણે વાત કરી હતી. આ યુવકનું નામ ફારુક અહેમદ છે તેની ઉંમર 26 વર્ષની છે.

ચાર કલાક ફેરવ્યો

ચાર કલાક ફેરવ્યો

ફારુક અહમદે જણાવ્યું કે તે કોઇ પથ્થરબાજ નથી. તેણે પોતાના પૂરા જીવનમાં કોઇ પર પણ પથ્થર નથી ફેંક્યા. તેણે કહ્યું કે તે એક ટેલર છે અને શોલની કઢાઇ પણ કરી શકે છે. સાથે જ તેણે કહ્યું કે તેને લાકડીનું પણ થોડું ગણું કામ આવડે છે. વધુમાં તેણે જણાવ્યું કે તેને સીઆરપીએફના જવાનોએ 9 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યાથી લગભગ 4 કલાક સુધી સડક પર આ રીતે બાંધીને ફેરવ્યો.

25 કિલોમીટર

25 કિલોમીટર

આ ઘટના વિષે જણાવતા ફારુકે કહ્યું કે મને લગભગ 25 કિલોમીટર સુધી આમ બાંધીને ફેરવવામાં આવ્યો, ઉત્લીગામથી સોનપા, નાજાન, ચકપુરા, હાંજીગુરુ, રાવલપુરા, ખોસપુરા, અરીજાલ અને ત્યાંથી હર્દપંજૂ સ્થિત સીઆરપીએફ કેમ્પ પર આવીને જી રોકાઇ હતી. તેણે કહ્યું કે તે કોઇ રીતે ફરિયાદ નહીં નોંધાવે.

શું હતો મામલો?

શું હતો મામલો?

ફારુકે અહમદે કહ્યું કે આ ઘટના બની તે દિવસે તે એક સંબંધીની મોત પછી ક્રિયા કર્મના સામેલ થવા જઇ રહ્યો હતો. રસ્તામાં કેટલીક મહિલાઓ ચૂંટણી અંગે પ્રદર્શન કરી રહી હતી. જે દેખીને તે રોકાયો તે દરમિયાન સીઆરપીએફના જવાનોએ તેને પકડી પાડ્યો. તે બાઇક પરથી ઉતરે તે પહેલા જવાનોએ તેને ખેંચી જોરદાર પીટાઇ કરી અને પછી તેને જીપ પર આમ બાંધીને 9 ગામોમાં ફેરવ્યો. વધુમાં તેનું નામ પણ તેની છાતી પર કાગળ પર લખી મુકવામાં આવ્યું હતું.

સરપંચ સામે છૂટો કર્યો

તે પછી લોકોની અપીલ કરતા જવાનોએ તેને સરપંચની હાજરીમાં છૂટો કર્યો હતો. આમ સવારથી લઇને સાંજ સુધી તેને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

English summary
Man tied in Kashmir with army jeep is a tailor claims he was paraded across 9 villages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X