For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાંત્રિકોના કહેવા પર કેસીઆરે પાર્ટીનું નામ બદલ્યુ-નિર્મલા સિતારમણ

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તાજેતરમાં પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કે ચંદ્રશેખર રાવે પોતાની પાર્ટીનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ રાખ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તાજેતરમાં પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કે ચંદ્રશેખર રાવે પોતાની પાર્ટીનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ રાખ્યું છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે KCRના આ નિર્ણય પર મોટો હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ રાખે છે અને તેમણે તાંત્રિકોના કહેવા પર જ પોતાની પાર્ટીનું નામ બદલ્યું છે.

K Chandrasekhar Rao

નિર્મલા સીતારમણે કેસીઆર પર નિશાન સાધતા કહ્યું કે, કેસીઆરે તાંત્રિકોના કહેવા પર સચિવાલય જવાનું બંધ કર્યું અને હવે તેમણે તાંત્રિકોના કહેવા પર જ પોતાની પાર્ટીનું નામ ટીઆરએસથી બદલીને બીઆરએસ કરી દીધું છે. સીતારમણે વધુમાં કહ્યું કે કેસીઆર હવે વિધાનસભાની મુલાકાત પણ લેતા નથી, હવે તેઓ રાષ્ટ્રીય રાજનીતિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કે, ચંદ્રશેખર રાવે બે દિવસ પહેલા પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરી દીધી છે. તેમણે પાર્ટીનું નામ ભારત રાષ્ટ્રીય પાર્ટી રાખ્યું છે. પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરશે. હૈદરાબાદમાં પાર્ટીના મુખ્યાલય તેલંગાણા ભવનમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, એમએલસી અને જિલ્લા સ્તરના સંયોજકો સહિતના નેતાઓની રાજ્ય મહામંડળની બેઠકમાં KCR દ્વારા પક્ષનું નવુ નામ લોન્ચ કરવામાં આવ્યું હતું. કે ચંદ્રશેખર રાવે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

English summary
KCR changed the party's name to Nirmala Sitharaman on the request of Tantrikas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X