'રાજનીતિ માટે વેચી દેશે આત્મા' અમરિંદરના નિવેદન પર કેજરીવાલનો પલટવાર

રાજનીતિ માટે કેજરીવાલે પોતાની આત્મા સુધી વેચી શકે છે નિવેદન પર સીએમ અરવિંદ કેજરીવાલે પલટવાર કર્યો છે.

Arvind Kejriwal Hits back at Amarinder Singh: આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલે ખેડૂતોના સમર્થનમાં સોમવારે(14 ડિસેમ્બર) પોતાના કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્ય સાથે ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉપવાસ રાખ્યો હતો. ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહે અરવિંદક કેજરીવાલ પર નિશાન સાધ્યુ હતુ. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે રાજનીતિ માટે કેજરીવાલે પોતાની આત્મા સુધી વેચી શકે છે. આ નિવેદન પર સીએમ અરવિંદ કેજરીવાલે પલટવાર પણ કર્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કેપ્ટન સાહેબ, ભાજપ નેતા તમારા પર ડબલ સ્ટાન્ડર્ડ હોવાનો આરોપ કેમ નથી લગાવતા.

કેજરીવાલ-અમરિંદર વચ્ચે વાકયુદ્ધ

કેજરીવાલ-અમરિંદર વચ્ચે વાકયુદ્ધ

અરવિંદ કેજરીવાલ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ટ્વિટર પર વાકયુદ્ધ ચાલ્યુ. અમરિંદર સિંહે કેજરીવાલ પર નિશાન સાધીને ટ્વિટ કર્યુ, 'જેવુ કે દરેક પંજાબીને ખબર છે કે હું ઈડી કે અન્ય મામલાથી ડરતો નથી. પરંતુ તમારા રાજકીય ઉદ્ધેશોની પૂર્તી થતી હોય તો અરવિંદ કેજરીવાલ તમે તમારી આત્મા વેચી દેશો. પરંતુ તમને લાગતુ હોય કે ખેડૂતોને તમે તમારા નાટકથી પોતાની તરફ ખેંચી લેશો તો તમે ખોટા છો.'

આ બિલ દેશ માટે તમારી ગિફ્ટ છે

કેજરીવાલે આના પર પલટવાર કરીને કહ્યુ, 'તમે એ સમિતિનો હિસ્સો હતા, જેણે આ (કૃષિ) બિલોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ બિલ દેશ માટે તમારી ગિફ્ટ છે. કેપ્ટન સાહેબ, ભાજપના નેતા તમારા પર ડબલ સ્ટાન્ડર્ડના આરોપ કેમ નથી લગાવતા જે રીતે તે અન્ય બધા નેતાઓ પર આરોપ લગાવે છે?' કેજરીવાલના ટ્વિટ પર અમરિંદરે જવાબ આપીને કહ્યુ, 'આ કૃષિ કાયદા પર કોઈ પણ પ્રકારની બેઠકમાં ચર્ચા કરવામાં આવી નથી અને મિસ્ટર અરવિંદ કેજરીવાલ તમારા જૂઠ્ઠાણાથી આ સત્ય નહિ બદલાય. સ્વાભાવિક રીતે જ ભાજપ મારા પર ડબલ સ્ટાન્ડર્ડનો આરોપ ન લગાવી શકે કારણકે મારી તેમની સાથે કોઈ સાંઠગાંઠ નથી જેમ તમારી પાસે છે. છેવટે તેમને તમારી મીલિભગતને ઢાંકવી પડશે.'

તમે ઈચ્છતા આ કાયદાનો રોકી શકતા હતા

કેજરીવાલે આના પર પલટવાર કર્યો, 'આ રેકોર્ડનો એક હિસ્સો છે કે તમારી સમિતિએ આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તમે ઈચ્છતા આ કાયદાનો રોકી શકતા હતા, તમારી પાસે આ કાયદાને રોકવાની શક્તિ હતી. આ દેશના લોકોને જણાવો કે આ (કૃષિ) કાયદા કેન્દ્ર દ્વારા પરિકલ્પિત કરવામાં આવી રહ્યા હતા ત્યારે તમે આમાં કેન્દ્રનો સાથ કેમ આપી રહ્યા હતા?'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X