For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ફર્રુખાબાદમાં ખુર્શીદને પડકારશે કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal-salman
નવી દિલ્હી, 1 નવેમ્બર: ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના સભ્ય અરવિંદ કેજરીવાલ આજે કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ વિરૂદ્ધ ફર્રુખાબાદમાં મોરચો માંડશે. કેજરીવાલ પોતાના સમર્થકો સાથે આજે સવારે સલમાન ખુર્શીદના સંસદીય વિસ્તાર ફર્રુખાબાદ જવા માટે રવાના થઇ ગયા છે. કેજરીવાલ ફર્રુખાબાદમાં મોટી રેલી દ્રારા ખુર્શીદ પર પ્રહાર કરશે.

અરવિંદ કેજરીવાલે પહેલાંથી સ્પષ્ટ કરી દિધું છે કે ફર્રુખાબાદમાં વિકલાંગોનો હિસાબ માંગશે પરંતુ તે પહેલાં ફર્રુખાબાદના રહેવાસીના પ્રશ્નોના જવાબ આપશે.

આ પ્રથમ તક છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ કોઇ સાંસદ વિરૂદ્ધ તેમના જ સંસદીય વિસ્તારમાં રેલી યોજી રહ્યાં હોય. અરવિંદ કેજરીવાલે ખુર્શીદના ટ્રસ્ટ પર આરોપો લગાવ્યા છે કે વિકલાંગોને આપવામાં આવતી સુવિધાઓ નામે સરકારી સંપત્તિ હડપી લેવાનો આરોપ લગાવ્યો છે.

તેમનો આરોપ છે કે ખુર્શીદે વિકલાંગોને સુવિધા આપવાના નામે સત્તર લાખ રૂપિયા ચાઉં કરી દિધા છે, જ્યારે તેમના દ્રારા સોંપવામાં આવેલી યાદીમાં કેટલાક બનાવટી નામ છે. વહિવટી તંત્ર દ્રારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

English summary
Activist-turned-politician Arvind Kejriwal and members of India Against Corruption (IAC) are all set to protest against External Affairs Minister Salman Khurshid on Thursday, Nov 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X