કેજરીવાલ ખુર્શીદ વિરૂદ્ધ આજે મોટો ખુલાસો કરશે

ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો ઇશારો વિકલાંગ વ્યક્તિ રંગી મિસ્ત્રી તરફ છે તેણે આજતકના સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું હતું કે તેણે ખુર્શીદના કેમ્પમાં ઉપકરણો મળ્યા નથી જ્યારે રવિવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ઉપકરણો મળ્યાં છે.
આટલું જ નહી અરવિંદ કેજરીવાલે પડકાર ફેંક્યો છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં તે સલમાન ખુર્શીદની સામે કોઇ વિકલાંગને ચૂંટણી લડાવશે. કોંગ્રેસ અને વડાપ્રધાને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. કેજરીવાલે કહ્યું હતું કે ' સામાન્ય પ્રજા જ આ સરમુખત્યાર સરકારને પાઠ ભણાવશે.' અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસનો પાપનો ઘડો ભરાઇ ગયો છે કારણ કે જનતા સમજી ગઇ છે કે સત્ય શું છે અને જુઠ્ઠું શું છે?












Click it and Unblock the Notifications
