વિસર્જન ઝુલુસની ફટાકડા ફોડવાની સ્પર્ધામાં વિસ્ફોટ, 30 લોકો ઘાયલ
Kendrapara Firecracker Explosion : ઓડિશાના કેન્દ્રપાડાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બલિયિ બજારમાં વિસર્જન ઝુલુસ દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી. જે દરમિયન વિસ્ફોટ થયો હતો, જેમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
Kendrapara Firecracker Explosion : ઓડિશાના કેન્દ્રપાડાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બલિયિ બજારમાં વિસર્જન ઝુલુસ દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી. જે દરમિયન વિસ્ફોટ થયો હતો, જેમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે, બલિયા બજારમાં વિસર્જન સ્થળ પર વિવિધ પૂજા પંડાલોમાં ફટાકડા ફોડવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી.

આ દુર્ઘટના અંગે કેન્દ્રપાડા ડીએમ અમૃત ઋતુરાજે જણાવ્યું હતું કે, કેન્દ્રપાડાના સદર પોલીસ સ્ટેશન હેઠળના બલિયા બજારમાં વિસર્જન ઝુલુસ દરમિયાન ફટાકડા ફોડવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન થયેલા વિસ્ફોટમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં ઘાયલોને કેન્દ્રપાડા જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફટાકડામાંથી એક સ્પાર્ક ફટાકડાના ઢગલા પર પડ્યો, જેના કારણે વિસ્ફોટ થયો હતો અને લોકો ઘાયલ થયા છે.
પોલીસે જણાવ્યું કે, ઘણા દર્દીઓને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર દર્દીઓને કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમે ગંભીર રીતે ઘાયલોને કટકની SCB મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલે દાઝી ગયેલા દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરી છે.
Odisha | Over 30 people were injured in explosions that took place while a fireworks competition was underway during an immersion procession at Balia Bazaar within Sadar PS in Kendrapara. All injured were admitted to Kendrapara District HQ Hospital: Amrut Rituraja, DM Kendrapada pic.twitter.com/EzDr6H9LLL
— ANI (@ANI) November 23, 2022
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા 21 નવેમ્બરના રોજ ઓડિશાના કોરાઈ રેલવે સ્ટેશન પર એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. સ્ટેશનને પણ નુકસાન થયું હતું. દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. આ સાથે જ ઘાયલોને 25 હજાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
