
કેરળ વિમાન દૂર્ઘટનાઃ લેન્ડીંગ વખતે ફૂલ સ્પીડમાં હતી ફ્લાઈટ - DGCA
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એક મોટી વિમાન દૂર્ઘટના બની છે. ભારે વરસાદના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસનુ વિમાન રનવે પર લપસી ગયુ અને ક્રેશ થઈ ગયુ. વિમાનના બે ટૂકડા થઈ ગયા જેમાં અત્યાર સુધી કુલ 18 લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોમાં 2 પાયલટ પણ શામેલ છે. માહિતી મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસનુ પ્લેન શુક્રવારે રનવેથી ઉતરતી વખતે 35 ફૂટ ઉંડી ઘાટીમાં બે ભાગોમાં તૂટી ગયુ. વિમાનમાં વંદે માતરમ મિશન હેઠળ દૂબઈથી ઉડ્યુ હતુ. તમને જણાવી દઈએ કે વંદે માતરમ કોરોના કાળમાં વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાની પહેલ છે.

ફ્લાઈટ ફૂલ સ્પીડમાં હતી
આ દૂર્ઘટના વિશે એક નવી વાત સામે આવી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય(ડીજીસીએ)એ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યુ કે એરપોર્ટ લેન્ડ કરતી વખતે ફ્લાઈટ ફૂલ સ્પીડમાં હતી અને રનવે પર લપસી ગઈ. ડીજીસીએના જણાવ્યા મુજબ કેરળમાં ભારે વરસાદના કારણે પાયલટે જ્યારે પહેલી વાર લેન્ડીંગની કોશિશ કરી તો તે સફળ થઈ શક્યુ નહિ ત્યારબાદ તેણે વિમાનને પાછુ વાળી દીધુ. તેણે બીજી વાર ફરીથી લેન્ડીંગની કોશિશ કરી અને વિમાન રનવે પર લપસી ગયુ.

નજરે જોનારાએ જણાવ્યુ કેવી રીતે બની દૂર્ઘટના
વરસાદ વચ્ચે સ્થાનિક નાગરિકો અને પોલિસ સહિત બચાવકર્મીઓએ વિમાનમાંથી ઘાયલ પુરુષ અને મહિલાઓને બહાર કાઢવા માટે સ્ફૂર્તિ બતાવી. વિમાવ તેજ અવાજ સાથે બે મોટા ટૂકડાઓમાં તૂટી ગયુ અને મુસાફરોને સમજમાં ન આવ્યુ કે પળભરમાં શું થઈ ગયુ. વિસ્તારમાં ચીસાચીસ મચી ગઈ. બચાવકર્મીઓએ લોકોને બહાર કાઢ્યા. આ દરમિયાન ચારથી પાંચ વર્ષના નાના બાળકો બચાવકર્મીઓના ખોળામાં ચિપકેલા દેખાયા અને મુસાફરોનો બધા સામાન પણ અહીંતહી વિખરાયેલો પડ્યો હતો.

નાના બાળકો સીટો નીચે ફસાયેલા હતા
મોટો અવાજ સાંભળીને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા. એક સ્થાનિક વ્યક્તિએ કહ્યુ કે મોટા અવાજ સાંભળીને તે એરપોર્ટ તરફ દોડ્યા. તેમણે કહ્યુ, 'નાના બાળકો સીટો નીચે ફસાયેલા હતા અને તે ખૂબ જ દુઃખદ હતુ. ઘણા બધા લોકો ઘાયલ હતા. તેમાંથી ઘણાની હાલત ગંભીર છે. પગ તૂટેલા હતા...મારા હાથ અને શર્ટ લોહીથી તરબતર હતા.' બચાવ અભિયાનમાં શામેલ અન્ય એક વ્યક્તિએ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, 'ઘાયલ પાયલટને વિમાનમાંથી કૉકપિટ તોડીની કાઢવામાં આવ્યો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં લોકોએ મુસાફરોને કારોમાં કોઝિકોડ અને મલ્લાપુરમ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડવાનુ શરૂ કરી દીધુ હતુ.'