For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળઃ ચૂંટણી પંચે નામાંકન પત્ર રદ્દ કરતાં ભાજપના ઉમેદવારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

કેરળઃ ચૂંટણી પંચે નામાંકન પત્ર રદ્દ કરતાં ભાજપના ઉમેદવારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

|
Google Oneindia Gujarati News

કેરળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપના બે અને તેના સહયોગી દળ અન્નામુદ્રકના એક ઉમેદવારનું નામાંકન પત્ર ચૂંટણીપંચે રદ્દ કર્યું હતું જે બાદ ભાજપે કેરળ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, જેને લઈ આજે હાઈકોર્ટમાં સુનાવણી થનાર છે.

bjp

જણાવી દઈએ કે ભાજપે રાજ્યની બે વિધાનસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા સાથે જ અન્ય એક સીટ પર ભાજપની સહયોગી પાર્ટી અન્નામુદ્રકે પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો. આ ત્રણેય ઉમેદવારોના નામાંકન પત્ર ચૂંટણી પંચે કેન્સલ કર્યાં. ચૂંટણી અધિકારીએ નામાંકન કરવાને લઈ કહ્યું કે ઉમેદવારોએ નામાંકનમાં ઉધુરી જાણકારી આપી હતી.

જણાવી દઈએ કે કન્નૂરથી ભાજપના અધ્યક્ષ એન. હરિદાસે થાલાસ્સેરી વિધાનસભા સીટથી નામાંકન ભર્યું હતું. ચૂંટણી અધિકારીએ તેમના નામાંકનને કેન્સલ કરવાને લઈ કહ્યું કે તેમના નામાંકન પત્ર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તાક્ષર નહોતા.

જ્યારે ગુરુવાયુર વિધાનસભા ક્ષેત્રથી નામાંકન ભરનાર ભાજપની રાજ્ય મહિલા વિંગની અધ્યક્ષ નિવેદિતાના નામાંકનને રદ્દ કરવાને લઈ તેમણે જણાવ્યું કે તેમના નામાંકન પત્ર પર પાર્ટીના રાજ્ય પ્રમુખનું નામ અંકિત નહોતું.

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021ઃ 6 મહિનામાં ભાજપમાં જોડાયા હોય તેવા 36 નેતાને ભાજપે ટિકિટ આપીપશ્ચિમ બંગાળ ચૂંટણી 2021ઃ 6 મહિનામાં ભાજપમાં જોડાયા હોય તેવા 36 નેતાને ભાજપે ટિકિટ આપી

આ ઉપરાંત એઆઈએડીએમકેના ઉમેદવાર ધનલક્ષ્મી મારિમુથીના દેવીકુલમ વિધનસભા ક્ષેત્રથી નામાંકન પત્ર રદ્દ કરવાને લઈ કહ્યું કે તેમણે ફોર્મ 26 નહોતું ભર્યું, જે કારણે તેમનું નામાંકન પત્ર રદ્દ કરવામાં આવ્યું છે.

English summary
Kerala: After the nomination was canceled, the BJP candidate reached the High Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X