For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘જેમના નામ એનઆરસીમાં નથી તેમની નસબંધી કરીને જેલમાં નાખી દેવા જોઈએ'

અસમમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સમાં જે લોકોના નામ શામેલ નથી કરવામાં આવ્યા તેમના વિશે કેરળની એક લેખિકાએ ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરી છે.

|
Google Oneindia Gujarati News

અસમમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સમાં જે લોકોના નામ શામેલ નથી કરવામાં આવ્યા તેમના વિશે કેરળની એક લેખિકાએ ફેસબુક પર વિવાદિત પોસ્ટ કર્યુ છે જેના કારણે તેમના વિરોધમાં પોલિસે કેસ ફાઈલ કરી દીધો છે. વાસ્તવમાં લેખિકાએ ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે જે લોકોના નામ એનઆરસીમાં શામેલ કરવામાં નથી આવ્યા તેમની નસબંધી કરાવીને તેમને કેદખાનામાં નાખી દેવા જોઈએ. લેખિકાની આ વિવાદિત પોસ્ટના કારણે તેની સામે પોલિસમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

nrc

આરોપી લેખક સામે પોલિસે કલમ 153 હેઠળ કેસ નોંધી લીધો છે. પોલિસે કહ્યુ કે અમને આ અંગે એક ફરિયાદ મળી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ઈન્દિરા નામની ફેસબુક યુઝરે લોકો વચ્ચે નફરત ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કર્યુ છે ત્યારબાદ અમે કેસની તપાસ શરૂ કરી દીધી. તમને જણાવી દઈએ કે લેખિકા દ્વારા લખવામાં આવેલ ફેસબુક પોસ્ટના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કોઈ યુઝરે જ્યારે લેખિકાને પૂછ્યુ કે આવુ કેવી રીતે કરી શકાય તો તેમણે જવાબ આપ્યો કે લોકોને પીવાના પાણીમાં મિલાવીને પીવડાવી દેવુ જોઈએ જેનાથી આ ધર્મના લોકોની વધતી વસ્તીને રોકી શકાય. લેખિકાની પોસ્ટને ફેસબુકમાંથી ડિલીટ કરવામાં આવી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે એનઆરસીમાં જે 19 લાખ લોકોના નામ શામેલ કરવામાં નથી આવ્યા તેમના વિશે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર હુમલા કરી રહ્યુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે સરકાર પર હુમલો કરતા કહ્યુ કે તમે એવા લોકોના નામ આ લિસ્ટમાં શામેલ નથી કર્યા જેમનુ ભારત સિવાય ક્યાંય ઘર નથી, જે લોકો અહીં જ રહે છે. આમાં ઘણા એવા લોકો છે જે 1971થી ભારતમાં રહે છે. શશિ થરૂરે કહ્યુ કે ઘણા લોકોની જમીન, પરિવાર, કરિયર, સંપત્તિ બધુ આપણા દેશમાં છે અને હવે એકદમ તમે એમને કહી રહ્યા છો કે તે વિદેશી છે.

આ પણ વાંચોઃ મુંબઈ પર વરસાદનો કહેર, આગામી 24 કલાક માટે રેડ એલર્ટ, શાળા-કોલેજો, ટ્રેન-વિમાન બંધઆ પણ વાંચોઃ મુંબઈ પર વરસાદનો કહેર, આગામી 24 કલાક માટે રેડ એલર્ટ, શાળા-કોલેજો, ટ્રેન-વિમાન બંધ

English summary
Kerala author writes on Facebook those left out in NRC should be sterlised and put in detention camp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X