For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સિટિઝન એમેડમેન્ટ એક્ટનો કેટલાય રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે, બિન ભાજપ શાસિત રાજ્યો પહલેથી જ કહી ચૂક્યા છે કે તેઓ આ કાનૂનને પોતાના રાજ્યમાં લાગૂ નહિ કરે. જ્યારે હવે આ એક્ટ વિરુદ્ધ કેરળ સરકારે પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કેરળ સરકારે આર્ટિકલ 131 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં શૂટ દાખલ કર્યો છે. કેરળ પહેલું રાજ્ય છે જેણે નાગરિકતા સંશોધન એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.

supreme court

કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખળ પોતાની અરજીમાં કહ્યું કે નાગરિકતા સંશોધન કાનૂનને સંવિધાનના અનુચ્છેદ 14,21 અને 25નું ઉલ્લંઘ કરનાર અને ભારતમાં ધર્મનિરપેક્ષ બુનિયાદી સંરચના વિરુદ્ધ કાનૂન ઘોષિત કરવો જોઈએ. કેરળની એલડીએફ સરકારે નાગરિકતા અધિનિયમ, પાસપોર્ટ અધિનિયમ અને ફૉરેનર્સ એક્ટ રૂલને પણ પડકાર આપ્યો છે.

અગાઉ 31 ડિસેમ્બરે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જ સદનમાં ચર્ચા બાદ પાસ થઈ ગયો છે. પિનરાઈ વિજયને વિધાનસભામાં નાગરિકતા સંસોધન કાનૂન વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે કેરળમાં કોઈ ડિટેંશ સેન્ટર નહિ બને.

કેરળ સરકાર દ્વારા વિધાનસભામાં સીએએ વિરુદ્ધ પાસ પ્રસ્તાવમાં કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રતિક્રિયા આવી હતી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે નાગરિકતાના મુદ્દે માત્ર સંસદને પ્રસ્તાવ પારિત કરવાનો અધિકાર છે, કોઈ રાજ્યની વિધાનસભાને નહિ.

જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન એક્ટનો દેશના કેટલાય રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. વિક્ષી દળોનું કહેવું છે કે આ કાનૂન વિધાનસભા વિરુદ્ધ છે. જ્યારે કેટલાય મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે આ કાનૂન વિશેષ સમુદાયથી ભેદભાવ કરે છે. આ કાનૂનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ધાર્મિક આધારે ઉત્પીડનનો શિકાર હિન્દુઓ, પારસી, સિખ, જૈન, બૌદ્ધ અને ઈસાઈ અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો અધિકાર છે.

જેએનયૂ જવા પર બોલ્યા બાબા રામદેવ- તેમણે મારા જેવો સલાહકાર રાખી લેવો જોઈએજેએનયૂ જવા પર બોલ્યા બાબા રામદેવ- તેમણે મારા જેવો સલાહકાર રાખી લેવો જોઈએ

English summary
Kerala government moves Supreme Court against Citizenship Amendment Act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X