For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં 35 ટકા દર્દી ઘરમાંથી થઈ રહ્યા છે સંક્રમિત, આના કારણે વધી રહ્યા છે કેસ

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે ગુરુવારે જણાવ્યુ કે રાજ્યમાં સૌથી વધુ લોકો છે જે કોરોના વાયરસની ચપેટમાં છે.

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમઃ કોરોનાની ગતિમાં પહેલાની સરખામણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 46 હજારથી નવા કેસ સામે આવ્યા છે. આમાંથી 58 ટકા કેસ એકલા કેરળ રાજ્યમાંથી છે. બાકીના રાજ્યોમાં હજુ પણ કોવિડના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે ગુરુવારે જણાવ્યુ કે રાજ્યમાં સૌથી વધુ લોકો છે જે કોરોના વાયરસની ચપેટમાં છે.

coronavirus

ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યુ કે આઈસીએમઆર સેરોપ્રેવલન્સ સર્વેથી જાણવા મળ્યુ છે કે કેરળની 50 ટકાથી વધુ વસ્તી હજુ પણ અપ્રભાવિત છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં દેશના મુકાબલે અતિસંવેદનશીલ લોકોની સંખ્યા સૌથી વધુ છે. અમે મહત્તમ ટેસ્ટ કરી રહ્યા છે, અમારા ટેસ્ટ પ્રતિ મિલિયન દેશમાં સૌથી વધુ છે. અમે દરેક કેસ વિશે જાણી રહ્યા છે, ટેસ્ટિંગ કરી રહ્યા છે અને રિપોર્ટ કરી રહ્યા છે.

મંત્રી વીના જ્યોર્જે કહ્યુ કે ઘરમાંથી સંક્રમણ થનાર દર્દીઓની ટકા વધી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે રાજ્યના આરોગ્ય વિભાગના એક અભ્યાસ મુજબ 35 ટકા દર્દી ઘરમાંથી જ સંક્રમિત થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે જો ઘરનો એક વ્યક્તિ વાયરસથી સંક્રમિત થઈ જાય તો બાકી બધા લોકો સંક્રમિત થઈ જાય છે. આ સાથે જ મંત્રીએ જનતાને અપીલ કરીને કહ્યુ કે ઘરમાં પૂરતી સુવિધા હોય તો તે હોમ ક્વૉરંટાઈનમાં રહે.

તમને જણાવી દઈએ કે કેરળમાં બુધવારે ઓણના પર્વના થોડા દિવસો બાદ 31445 નવો કોરોના વાયરસના કેસો નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં સંક્રમણોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એટલુ જ નહિ બુધવારે 215 લોકોના મોત પણ થયા જ્યારે 1,65,273 નમૂનાઓની તપાસ કરવામાં આવી. ગઈ વખતે રાજ્યએ 30000નો આંકડો પાર કર્યો હતો. જ્યારે 20મેના રોજ 30,491 કેસ જોવા મળ્યા હતા. રાજ્યનો પૉઝિટિવિટી રેટ 19.3 ટકા છે. આ તરફ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બુધવારે અન્ય રાજ્યોને કેરળની કોરોના સ્થિતિનો હવાલો આપીને એલર્ટ કર્યા અને ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે આગામી તહેવારો દરમિયાન સાવચેતીના પગલા લેવાની સલાહ આપી.

English summary
Kerala Health Minister Veena George reaction on coronavirus outbreak in State
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X