For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં 50 વર્ષ સુધી રાજ કરશે

ઉત્તરપ્રદેસના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ દાવો કર્યો છે કે આગામી 50 વર્ષ સુધી કોઈ રાજકીય પાર્ટી ભાજપને કેન્દ્ર અને યુપીમાંથી સત્તામાંથી નહીં હટાવી શકે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેસના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ દાવો કર્યો છે કે આગામી 50 વર્ષ સુધી કોઈ રાજકીય પાર્ટી ભાજપને કેન્દ્ર અને યુપીમાંથી સત્તામાંથી નહીં હટાવી શકે. યુપીમાં જે રીતે ભાજપે ચૂંટણીમાંજ જીત મેળવી છે, તેના એક મહિના બાદ કેશવપ્રસાદ મૌર્ય એવો પણ દાવો કર્યો છે કે ભવિષ્યમાં રાજ્યમાં સપા, બસપા કે કોંગ્રેસના કમબેકની કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું કે હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે યુપીમાં આગામી 50 વર્ષમાં સપા, બસપા, કોંગ્રેસ કોઈ સત્તામાં નહીં આવી શકે.

આગામી 50 વર્ષ સુધી કોઈ નહીં હરાવી શકે

આગામી 50 વર્ષ સુધી કોઈ નહીં હરાવી શકે

કેશવપ્રસાદ મોર્યએ કહ્યું કે આગાી 50 વર્ષમાં ભાજપને કેન્દ્ર કે રાજ્યમાંથી કોઈ સરકારમાંથી હટાવી નહીં શકે. આ પહેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પણ ગત વર્ષે 2018માં આવો જ દાવો કર્યો હતો. અમિત શાહે સપ્ટેમ્બર 2018માં કહ્યું હતું કે આગામી 50 વર્ષ સુધી ભાજપને કોઈ સત્તામાંથી નહીં હટાવી શકે. તે સમયે અમિત શાહે ભાજપના અધ્યક્ષ તરીકે પક્ષની કાર્યકારિણી બેઠકમાં આ નિવેદન આપ્યું હતું.

શાહે કર્યો હતો દાવો

શાહે કર્યો હતો દાવો

ફક્ત અમિત શાહ જ નહીં પરંતુ ભાજપના મહાસચિવ રામ માધવ પણ આવો દાવો કરી ચૂક્યા છે. કેશવપ્રસાદ મોર્યએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે યુપીમાં આગામી પેટા ચૂંટણી માટે કમર કસી લો. તેમણે કહ્યું કે 2014, 2017 અને 2019માં તમારા પર જે જવાબદારી હતી, તે જવાબદારી હાલ પણ તમારા પર છે, એટલે યુપીમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલા કમર કસીને પૂરી તૈયારી સાથે ચૂંટણી લડવામાં લાગી જાવ.

અખિલેશ હવે ફક્ત યાદવોના નેતા

અખિલેશ હવે ફક્ત યાદવોના નેતા

પક્ષના કાર્યક્રમમાં બોલતા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે સપા, બસપા કે કોંગ્રેસે ક્યારેય જનમતનું સન્માન ન કર્યું. જે લોકો દલિત, પછાત વર્ગના હતા તેમનું શોષણ થયું. અખિલેશ યાદવ પર હુમલો કરતા કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે હવે તે ફક્ત યાદવોના નેતા છે. તે હવે પછાતોના નેતા નથી. સપા-બસપાના ગઠબંધન પર કટાક્ષ કરતા કહ્યું કે લાગે છે કે હવે બંને વચ્ચે કિટ્ટા થઈ ચૂકી છે.

ફોઈ-ભત્રીજો એકબીજાથી છે નારાજ

ફોઈ-ભત્રીજો એકબીજાથી છે નારાજ

મોર્યએ ક્હુયં કે એક ભત્રીજાથી નારાજ છે, બીજો ફોઈથી નારાજ છે. હવે બંને સાથે મળીને ભાજપને ન રોકી શક્યા તો અલગ અલગ કેવી રીતે રોકી શક્શે. તેમને હવે આવજો કહી દેવું જોઈે. મોર્યએ કહ્યું કે આપણી તરફથી કોઈ ચૂક થઈ હતી, નહીં તો યુપીમાંથી સપા કે બસપાનો સફાયો જ થઈ જાત. જે રીતે અમેઠીમાં લોકોએ કમળને મથ આપ્યા અને કોંગ્રેસને વિદાય આપી. કંઈક આ જ રીતે કન્નૌજ, બદાયું, ફિરોઝાબાદમાં પણ જોવા મળ્યું જ્યાંથી સૈફઈ પરિવારની વિદાય થઈ ગઈ. અખિલેશ યાદવ હવે સૈફઈ વંશના છેલ્લા શાસક મનાશે.

English summary
keshav prasad maurya deputy cm of up attacks on sp bsp and congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X