For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Article 370: મોદી કેબિનેટની મહત્વની બેઠક આજે, થઈ શકે છે મોટુ એલાન

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરાયા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને મોટુ પેકેજ આપવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરાયા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને મોટુ પેકેજ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોની માનીએ તો આજે થનારી કેબિનેટની બેઠકમાં તેનુ એલાન કરવામાં આવી શકે છે. એટલુ જ નહિ જે રીતે પાકિસ્તાન સતત ધમકી આપી રહ્યુ છે તેને જોતા આજે કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટીની પણ આજે મહત્વની બેઠક થઈ શકે છે. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરાયા બાદ સરકાર પહેલી વાર આ સમગ્ર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહી છે.

pm modi

આજે થનારી કેબિનેટની બેઠકમાં સરકાર ઘાટીની સ્થિતિની સમીક્ષા કરશે અને ઘાટી માટે ઘણા મહત્વના એલાન કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે મંગળવારે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો પ્રવાસ કરીને પાછા આવ્યા છે. સૂત્રોની માનીએ તો સરકાર જમ્મુ કાશ્મીર માટે 15 હજાર કરોડ રૂપિયાના પેકેજનું એલાન કરી શકે છે. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરી દેવામાં આવી છે અને રાજ્યને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વિભાજિત કરી દેવામાં આવ્યુ છે.

આ પહેલા મંગળવારે ગૃહ મંત્રાલયમાં કેન્દ્રીય ગૃહ સચિવ એ કે ભલ્લાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક થઈ. બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા થઈ. ત્યાં જલ્દીમાં જલ્દી જીવન સામાન્ય કેવી રીતે થાય તે વિશે અધિકારીઓએ મંથન થયુ. ગૃહ મંત્રાલય ઉપરાંત બીજા પણ ઘણા વિભાગોના અધિકારી બેઠકમાં શામેલ થયા છે. ગૃહ મંત્રાલયના સૂત્રો મુજબ બેઠકમાં એ અંગે જોર આપવામાં આવ્યુ કે કેવી રીતે કેન્દ્રની યોજનાઓને જમ્મુ કાશ્મીરમાં જમીન પર ઉતારાય જેથી જલ્દી ત્યાં સ્થિતિ સુધરે.

લઘુમતી કાર્યમંત્રી મુખ્તાપ અબ્બાસ નક્વીએ જણાવ્યુ છે કે લઘુમતી મંત્રાલયના સચિવના નેતૃત્વમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ 27-28 ઓગસ્ટના રોજ કાશ્મીર ઘાટીનો પ્રવાસ કરીને વિકાસ યોજનાઓ પર પ્રશાસન તેમજ સામાન્ય જનતા સાથે સંપર્ક અને ચર્ચા કરશે. બાદમાં પર્યટન મંત્રી પ્રહલાદ પટેલની આગેવાનીમાં એક ટીમ જમ્મુ કાશ્મીર, લદ્દાખનો પ્રવાસ કરશે જેમાં આ વિસ્તારોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અંગેની યોજનાઓને અંતિમ રૂપ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુરમીત રામ રહીમને પંજાબ-હરિયાણા કોર્ટે ઝાટકો આપ્યો, પેરોલ રિજેક્ટઆ પણ વાંચોઃ ગુરમીત રામ રહીમને પંજાબ-હરિયાણા કોર્ટે ઝાટકો આપ્યો, પેરોલ રિજેક્ટ

English summary
Key cabinet meet of MOdi government big package likely to be announced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X