TMCના નારા Khela Hobe પર ઘોષનો વાર, કહ્યુ - 'હવે અમે ખેલીશુ અને તમે ગલિયારાથી જોશો'
'Khela hobe, khela hobe' & 'paribortan hobe' said WB BJP chief Dilip Ghosh: મેદિનીપુરઃ પશ્ચિમ બંગાળમા રાજકીય પારો ચરમ સીમા પર છે, આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલુ છે. આ ક્રમમાં એક જનસભાને સંબોધિત કરીને પશ્ચિમ બંગાળ રાજ્યના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષો ટીએમસી પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે જે લોકો ભાજપના લોકોને નુકશાન પહોંચાડવાની કોશિશ કરતા હોય તેમને હું બસ એ જ કહેવા માંગુ છે કે હવે તે પણ સુધરી જાય નહિતર પ્રતિકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહે.
દિલીપ ઘોષે તૃણમૂલના નારા ખેલા હોબે નારા પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યુ કે તમારો ખેલ હવે ખતમ થઈ ચૂક્યો છે અને હવે અમે ખેલીશુ અને તમે ગલિયારાથી જોશો, હવે બદલાવ પણ થશે અને પ્રતિકાર પણ થશે. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીના લોકો ચૂંટણી દરમિયાન ગંદો ખેલ ખેલવાની કોશિશ કરી રહ્યા છે જેમાં તે સફળ નહિ થઈ શકે. જનતા બધુ જોઈ રહી છે.
ટીએમસી ભાજપ સાથે એકલા નથી લડી શકતીઃ ઘોષ
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બંગાળ ભાજપ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે ટીએમસીને કહ્યુ હતુ કે, 'તૃણમૂલ કોંગ્રેસને સારી રીતે ખબર છે કે ચૂંટણીમાં તે ભાજપ સામે એકલા નથી જીતી શકતી. તે જાણી ચૂકી છે કે જો તે એકલા લડી તો તે ભાજપ સામે નહિ જીતી શકે. કોંગ્રેસ, ડાબેરી અને ટીએમસી બધાએ એકસાથે લડવુ જોઈએ. અમે બંગાળમાં એકલા લડવા અન પરિવર્તા લાવવા માટે તૈયાર છે.'
મમતા બેનર્જીની હાલત બિલ્લી જેવી છેઃ ઘોષ
જ્યારે આ પહેલા દિલીપ ઘોષે કહ્યુ હતુ કે મમતા દીદીદ ખુદને રૉયલ ટાઈગર માને છે. તમે આને તેમનુ આખાબોલાપણુ સમજી લો. અરે ક્યારેય કોઈ પોતાને વાઘ કહીને પોતાના ગુણગાન કરે છે શું, પરંતુ મમતા બેનર્જી આવુ કરી રહ્યા છે. સાચુ તો એ છે કે તે વાઘ નથી પરંતુ તેમની સ્થિતિ તો બિલ્લી જેવી થઈ ગઈ છે. તેમની પાર્ટીના લોકો જ તેમનાથી ડરતા નથી. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ભાજપની પરિવર્તન યાત્રા ચાલી રહી છે અને ઘોષે યાત્રા પર હુમલાની સંભાવના વ્યક્ત કરી હતી.
સીએમ મમતાએ ખુદને ગણાવ્યા બંગાળના રૉયલ ટાઈગર
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીઓ ગયા મંગળવારે મુર્શિદાબાદની રેલીને સંબોધિત કરીને કહ્યુ હતુ કે બંગાળના રૉયલ ટાઈગર છે અને તે કોઈનાથી ડરતા નથી.
'લવ જેહાદ' પર કાયદો લાવી રહી છે ગુજરાત સરકારઃ CM રૂપાણી