For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુર્શીદ-મુલાયમ એકબીજાને બચાવશેઃ કેજરીવાલ

By Super
|
Google Oneindia Gujarati News

kejriwal
નવીદિલ્હી, 15 ઑક્ટોબરઃ અરવિંદ કેજરીવાલે સોમવારે આરોપ લગવ્યો છે કે, એનજીઓ વિવાદમાં સલમાન ખુર્શીદનું સમર્થન કરી રહેલી કોંગ્રેસ અને સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ વચ્ચે 'સાંઠગાંઠ' છે, જે આવકના સ્ત્રોક કરતા વધુ સંપત્તિના મુદ્દે હાઇકોર્ટમાં મામલાની સુનાવણીનો સામનો કરી રહ્યાં છે.

ખુર્શીદ અને તેમના પત્ની દ્વારા સંચાલિત ડો. જાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટમાં કથિત અનિયમિતતાઓની ઉત્તર પ્રદેશ સરકારની તપાસ પર કેજરીવાલે કહ્યું કે મંત્રી અને મુલાયમ તથા અખિલેશ પિતા-પુત્ર બધા એક-બીજાને બચાવવાનો પ્રયત્ન કરશે.

તેમણે કહ્યું કે, આ મામલે પુરતા પુરાવા સામે આવ્યા છે, પરંતુ પ્રશ્ન એ છે કે તપાસ કોણ કરશે. અખિલેશ યાદવ? તેમના પિતા મુલાયમસિંહ વિરુદ્ધ આવક કરતા વધુ સંપતિનો કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.

મુલાયમ વિરુદ્ધ સરકારી વકીલ કોણ નિયુક્ત કરશે? કાયદામંત્રી નિયુક્ત કરશે. ખુર્શીદના રાજીનામાંની માગ સાથે ચોથા દિવસે સંસદ માર્ગ પર પ્રદર્શન કરી રહેલા કેજરીવાલ આઇએસીના કાર્યકર્તાને સંબોધિત કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, હવે ખુર્શીદ મુલાયમ સિંહને બચાવશે અને મુલાયમનો પુત્ર ખુર્શીદને બચાવશે.

સલમાન ખુર્શીદ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કાલથી મીડિયા ચેનલોએ તમામ પુરાવાઓ એકઠા કરી દીધા છે. કેજરીવાલે આજે કેટલાક લોકોને રજૂ કર્યાં જેમના નામ ખુર્શીદની સંસ્થા દ્વારા સરકારને આપવામાં આવેલા કાગળોમાં લાભાર્થી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ લોકોમાંના કેટલાકે કેજરીવાલના મંચ પરથી કોઇપણ પ્રકારનો લાભ મળ્યાનો ઇન્કાર કર્યો.

મૈનપુરીથી આવેલા સામાજિક કાર્યકર્તા વિવેક યાદવે કેજરીવાલના મંચ પરથી જણાવ્યું કે વિસ્તારનું નામ આપતાં અમે સ્વયં જાણકારી એકત્ર કરી. યાદવનું કહેવું છે કે સલમાન ખુર્શીદની સંસ્થાએ ભારત સરકારને જે યાદી આપી છે તેમાં તમામ નામ ખોટા છે. આ લોકોને સંસ્થાએ વ્હીલચેર આપવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે મૈનપુરીમાં પણ સંસ્થાએ ખોટું કર્યું છે.

કેજરીવાલના મંચ પરથી એક વિક્લાંગ પંકજે કહ્યું છે કે તેમનું નામ એ યાદીમાં હતુ કે જેમાં સાંભળવાની મશીન આપવામાં આવી છે, પરંતુ મને આવી કોઇ સમસ્યા નથી, હું પગેથી વિક્લાંગ છું. કેજરીવાલે કહ્યું કે યુપી સરકાર આ મામલે નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ સંપત્તિના મામલે વકીલ નિર્ધારણનું કામ ખુર્શીદના હાથમાં છે.

English summary
Arvind Kejriwal today alleged that there was a "quid pro quo" between the Congress, which is supporting Salman Khurshid on his NGO's controversy, and Samajwadi Party chief Mulayam Singh Yadav who is facing a disproportionate assets case in Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X