થરૂરના સમર્થનમાં આવી બેદી, પણ હોમ મિનિસ્ટ્રી નહી

આ અંગે આઇપીએસ અધિકારી કિરણ બેદીએ પણ પીડિતાના નામને છતું કરવાના પક્ષમાં છે. કિરણ બેદીના જણાવ્યા અનુસાર દેશની દીકરીના નામે કાનૂન બનશે તો તેની બહાદૂરી અમર થઇ જશે. બીજી બાજુ ગૃહમંત્રાલયના સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ગૃહમંત્રાલય કોઇપણ વ્યક્તિના નામે કાનૂન બનાવવા રાજી નથી.
કિરણ બેદીના જણાવ્યા અનુસાર વિદેશોમાં એવું પ્રાવધાન છે. હિન્દુસ્તાનમાં પણ આવું કરી શકાય છે. મે દેશની દીકરીના પિતાને આ અંગે પૂછ્યું છે તેમણે પણ આ માટે તેમની સહમતી દર્શાવી છે. આ એક સારો વિચાર છે જેની સામે મને કોઇ વાંધો નથી. કિરણે જણાવ્યું કે આ કાનૂન એ દીકરીને હંમેશા જીવતી રાખશે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે માનવ સંસાધન રાજ્યમંત્રી શશિ થરૂરે પણ એક ટ્વિટ કર્યુ હતું કે 'દિલ્હી ગેંગરેપની પીડિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવે. પીડિતાના મૃત્યું બાદ તેનું નામ સાર્વજનિક કરવામાં આવે.' આટલું જ નહી શશિ શરૂરે એમપણ કહ્યું હતું કે 'જો બળાત્કાર વિરૂદ્ધ કોઇ કાયદો બનાવવામાં આવે તો કાયદાનું નામ પીડિતાના નામ પરથી હોવું જોઇએ.'












Click it and Unblock the Notifications
