For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિરણ બેદી ભાજપમાં જોડાયા, દિલ્હીની ચૂંટણી લડશે, બોલ્યા 'હું મિશન મોદી છું'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જાન્યુઆરી : દેશના પહેલાં મહિલા આઇપીએસ ઓફિસર કિરણ બેદી વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હી ભાજપના કાર્યાલયમાં આ અંગેની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તેમણે વિધિસર કિરણ બેદીને પાર્ટીમાં સામેલ કરાવ્યા હતા. કિરણ બેદીએ ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરીને પાર્ટીનું સભ્યપદ લીધું હતું. તેમણે એસએમએસ મોકલીને પણ ભાજપનું સભ્યપદ લીધું હતું. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને નાણાપ્રધાન અરૂણ જેટલીની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાવા બદલ અમિત શાહે અભિનંદન આપવાની સાથે ફુલોનો ગુલદસ્તો પણ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કિરણ બેદી ભાજપમાં જોડાવાના છે. કિરણ બેદીને દિલ્હી ઇલેક્શનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પાર્ટીનો ચહેરો બનાવીને ઉભા રાખવાની માંગ છેલ્લા ઘણા સમયથી ભાજપના કાર્યકરો કરી રહ્યા હતા. આ કારણે અમિત શાહે ભાજપમાં આવવા કિરણ બેદીને રાજી કરી લીધા હતા.

arun-jaytley-amit-shah-kiran-bedi-1

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે કિરણ બેદી ભાજપમાં જોડાયા તે અંગે મને ઘણો આનંદ છે. દિલ્હી ચૂંટણીઓ જીતવા માટે કિરણ બેદીનો સહયોગ લેવામાં આવશે. દિલ્હીની જનતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે તેમને પાર્ટીની સાથે જોડવામાં આવ્યા છે. અમને પૂરેપૂરી આશા છે કે દિલ્હીની ચૂંટણીઓમાં તેમનો સહયોગ અમને ઘણો કામ લાગશે. તેમના આવવાથી પાર્ટીને અનોખી તાકાત મળશે.

આપને જણાવી દઇએ કે કિરણ બેદી દિલ્હીની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે લડવાના છે. જો કે તેઓ કઇ બેઠક પરથી લડશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.

આ અવસરે કિરણ બેદીએ જણાવ્યું કે આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આભારી છું. વડાપ્રધાનના નેતૃત્વને કારણે હું પાર્ટીમાં સામેલ થઇ છું. તેમણે પાર્ટીના અગ્રણી નેતાઓનો પણ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું તે દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વથી એક વિશ્વાસનો માહોલ ઉભો થયો છે. મારા જીવનમાંથી 40 વર્ષ દેશને સમર્પિત રહ્યા છે.

નોંધીનય છે કે આપમાંથી છૂટા પડ્યા બાદ કિરણ બેદી છેલ્લા ઘણા સમયથી ભાજપ અને નરેન્દ્ર મોદીના હિમાયતી રહ્યા છે. લોકસભાની ચૂંટણીઓ પહેલા તેમણે નરેન્દ્ર મોદીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર મોરચો સંભાળ્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં અગ્રતાથી ભાગ લીધો હતો.

English summary
Kiran Bedi joined BJP, fight Delhi election, said 'I am Mission Modi'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X