કિરણ બેદીએ સરકારી લોકપાલ બિલનું કર્યું સમર્થન

એક ખાનગી ન્યૂઝ ચેનલની સાથે વાતચીતમાં સામાજિક કાર્યકર્તા કિરણ બેદીએ જણાવ્યું કે સંશોધિત લોકપાલ બિલ અમારી મોટાભાગની માંગોને માની લેવામાં આવી હોય તેવું જણાય છે. ટીમ અણ્ણાની મહત્વની સભ્ય બેદીએ એ પણ જણાવ્યું કે હવે આવા સમયે તેનો વિરોધ છોડી દેવો જોઇએ.
લોકપાલ અને લોકાયુક્ત વિધેયકમાં સરકારી સંશોધન રજૂ કરી કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગના પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી મનમોહનસિંહની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ બિલ પર મોહર વાગ્યાના કેટલાક કલાકો બાદ કિરણ બેદીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પ્રતિક્રિયા જાહેર કરી હતી.
કિરણ બેદીએ લખ્યું હતું કે 'જો પ્રસ્તાવિત લોકપાલ બિલ સાથે આપણે શરૂઆત કરીએ છીએ તો તેનાથી કોઇ નુકસાન નહીં થાય. સમયની સાથે સાથે આગળ વધતા તેમાં સુધાર કરતા રહેવું જોઇએ. આ ઉચ્ચ શક્તિઓથી યુક્ત છે અને તેનો ભાર પણ રહેશે.'












Click it and Unblock the Notifications
