For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજારો ખેડૂતો આજે કૂચ કરશે નોઈડાથી દિલ્લી, આ છે તેમની માંગો

સહારનપુરથી 11 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી ભારતીય કિસાન સંગઠનની પદયાત્રા નોઈડા પહોંચી ગઈ છે. લગભગ 1000થી પણ વધુ ખેડૂતોએ નોઈડામાં રાત પસાર કરી.

|
Google Oneindia Gujarati News

સહારનપુરથી 11 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી ભારતીય કિસાન સંગઠનની પદયાત્રા નોઈડા પહોંચી ગઈ છે. લગભગ 1000થી પણ વધુ ખેડૂતોએ નોઈડામાં રાત પસાર કરી. આસપાસના જિલ્લાઓમાં રોકાયેલા હજારો ખેડૂતો સવારે અહીં પહોંચવાની આશા છે. ખેડૂતોનો આ કાફલો સેક્ટર 59થી શરૂ થઈને નોઈડા ઑથોરિટી સામે પ્રદર્શન કરવા પહોંચશે.

farmers

ખેડૂતોની આ માર્ચના કારણે રસ્તા પર જામ સામે લોકોને ઝઝૂમવુ પડી શકે છે. સેક્ટર 14એની સામે થઈને શનિવારે સવારે લગભગ 11 વાગે આ ખેડૂત દિલ્લી કૂચ કરશે. આ ખેડૂત શનિવારે કિસાન ઘાટ પર પ્રદર્શન કરશે. કિસાન નેતાઓનુ કહેવુ છે કે અમે શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રાખવા આવ્યા છે. સરકાર અમને દિલ્લીમાં કૂચ કરવાથી રોકશે તો તે વિરોધ નહિ કરે, જ્યાં તેમને રોકવામાં આવશે તો તે લોકો ભૂખ હડતાળ શરૂ કરી દેશે.

છિતારસી કટથી થઈને ગુરુવાર સાંજે સેંકડો કિસાન ટ્રાન્સપોર્ટનગર પહોંચ્યા અને આસપાસના રસ્તા પર જામની સ્થિતિ બની ગઈ. સેક્ટર 68, સેક્ટર 69 પર રાતે 8 વાગ્યા સુધી ટ્રાફિકનુ ખૂબ દબાણ રહ્યુ. ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે ભારે સંખ્યામાં શહેરમાં એન્ટ્રી કરવાથી એલીવેટેડ રોડની નીચે, ઉપર સુધી દરેક જગ્યાએ ટ્રાફિકનુ ખૂબ વધુ દબાણ રહ્યુ. ટ્રાન્સપોર્ટનગરમાં આ ખેડૂતોએ પોલિસના પહેરા વચ્ચે ગીત અને ભજન ગઈને પોતાની રાત પસાર કરી.

ખેડૂતો પોતાની માંગો માટે દિલ્લી પહોંચ્યા છે. તેમની માંગો છે - ખેડૂતોને ઓછા રેટ પર વિજળી મળે, શેરડીનુ પેમેન્ટ વ્યાજ સહિત મળ્યા, ગૌવંશની દેખરેખનું ભથ્થુ વધારવામાં આવે, ખેડૂતોનુ પેન્શન શરૂ કરવામાં આવે, ખેડૂતોનો એક્સિડન્ટ વીમો થાય, સ્વામીનાથન આયોગની રિપોર્ટ લાગુ થાય, ખેડૂતોનુ દેવુ માફ થાય. આ માંગો માટે ખેડૂતોએ આ પદયાત્રા શરૂ કરી છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે મળશે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સમ્માનઆ પણ વાંચોઃ રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે મળશે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સમ્માન

English summary
kisan unions reaching noida, will protest in delhi over their demands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X