કોણ છે મુંબઈમાં ‘ફ્રી કાશ્મીર'નું પોસ્ટર લહેરાવનાર મહેક મિર્ઝા પ્રભુ
જેએનયુમાં છાત્રો પર હિંસાના વિરોધમાં એકજૂટતા માટે મુંબઈમાં બોલાવવામાં આવેલ પ્રદર્શનમાં 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર લહેરાવનાર મહેક મિર્ઝા પ્રભુ હાલમાં ચર્ચામાં છે. તેના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મુંબઈ જ નહિ દેશનના બીજા ભાગોમાંથી પણ નેતાઓના નિવેદન આવ્યા છે. વિવાદ બાદ મહેકે કહ્યુ છે કે આ પોસ્ટરનો હેતુ કાશ્મીરમાં ઈન્ટરનેટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં પ્રદર્શનનો હતો બીજુ કંઈ નહિ. માટે આનો ખોટો અર્થ ના કાઢો. મહેકની સફાઈ છતાં આના પર રાજકારણ ગરમાયેલુ છે. આવો જાણીએ કોણ છે મહેક મિર્ઝા પ્રભુ.

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો છે વાયરલ
મુંબઈની રહેવાસી મહેક મિર્ઝા પ્રભુ વ્યવસાયે સ્ટોરીટેલર, લેખક અને સ્ટેજ પર્ફોર્મર છે. તેનુ પૂરુ નામ મહેક મિર્ઝા પ્રભુ છે. 36 વર્ષની મહેક સ્ટોરીટેલરની સાથે સાથે બ્લૉગર પણ છે. તેના વીડિયો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવે છે. મહેકનો વીડિયો ‘અમ્મી કા મોબાઈલ ફોન', ‘ફિર મોહબ્બત કરની હે' સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. મહેક ટેડ ટૉક્સ પર પણ જોવા મળી ચૂકી છે.

સ્ટોરી ટેલિંગ સ્કૂલ પણ ચલાવે છે
મહેક એક સ્ટોરી ટેલિંગની ઑનલાઈન સ્કૂલ પણ ચલાવે છે જેનુ નામ ઝૂમરીતલૈયા છે. જેના દ્વારા તે નવા લોકોને શીખવે છે કે કેવી રીતે એક કહાનીને લોકો સામે કહી શકાય. તે એક વર્ગમાં પહેલેથી જ સોશિયલ મીડિયા પર વાયરલ છે. જો કે હવે તે પોતાના ફ્રી કાશ્મીરના પ્લેકાર્ડ માટે ચર્ચામાં છે.
આ પણ વાંચોઃ 8 જાન્યુઆરીએ ‘ભારત બંધ', જાણો હડતાળ સાથે જોડાયેલી દરેક વાત

કાશ્મીર પર પ્રતિબંધનો હતો વિરોધ
મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયા પર પ્રદર્શન દરમિયાન ફ્રી કાશ્મીરનુ પોસ્ટર લહેરાવવા પર જ્યાં પોલિસની તપાસની વાત કહી છે ત્યાં તેણે આના પર સફાઈ આપી છે. મહેકે કહ્યુ છે કે આ પોસ્ટર મે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પર પ્રતિબંધના વિરોધમાં ઉઠાવ્યો હતો. મહેકે કહ્યુ છે કે તેના આ પોસ્ટરનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. તે કાશ્મીરને ભારતથી અલગ કરવાની વાત નહોતી કરી રહી. તેણે કહ્યુ કે જો કોઈને આનાથી દુઃખ થયુ હોય તો તે માફી માંગે છે.