જાણો, કેવી રીતે ચાના ચોરાથી 7 RCR પહોંચશે મોદી

નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને પોતાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની છબીને ચાની ચુસ્કીઓથી ચમકાવવામાં ભાજપ લાગેલું છે. મોદી ફોર પીએમના સૂત્રો લગાવનારી ભાજપે હવે ચા પર રાજકારણ શરૂ કરી દીધું છે. ચાનો ચોરોથી મોદી 7 આરસીઆર પહોંચવામાં લાગેલા છે. બાળપણમાં ચા વેચવાના પોતાના નિવેદનને લઇને વિરોધીઓ પર તીખા પ્રહાર કરનારા મોદીએ હવે આ ચાને પોતનું હથિયાર બનાવી લીધું છે.

ભાજપનું ચૂંટણી અભિયાન ‘ચા પર ચર્ચા' થકી પાર્ટી દેશના વિભિન્ન ક્ષેત્રોમાં ‘ચા ચોરા' કાર્યક્રમનું આયોજન કરવામાં લાગી ગઇ છે. આ અભિયાન થકી ચા સ્ટોલ લગાવીને અથવા તો પહેલાથી ચાલી રહેલા ચા સ્ટોલ્સના લોકોને તેમના સરોકાર અંગે ચર્ચા કરવા અને પાર્ટીના સંદેશને પહોંચાડવાની પહેલા કરવામાં આવી રહી છે. 1 ફેબ્રુઆરીથી આ અભિયાનની શરૂઆત ગુજરાતથી થવાની છે.

નરેન્દ્ર મોદીના આ નવા ચૂંટણી અભિયાન ‘ચા પર ચર્ચા' હેઠળ ભાજપના લોકો દેશના 300 સંસદીય ક્ષેત્રોમાં જનતા સાથે રાજકારણ પર વાતચીત કરશે. આ અભિયાનને હાઇટેક બનાવવામાં આવ્યો છે. ચા પર ચર્ચાના નામથી આ હાઇ ટેક્નોલોજી કેમ્પેનને મોદી પણ સંબોધિત કરશે. લોકોની સમસ્યાઓ સાંભળશે અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપશે.

1000 ટી સ્ટોલ્સ પર લાઇવ બ્રોડકાસ્ટ

1000 ટી સ્ટોલ્સ પર લાઇવ બ્રોડકાસ્ટ

આ 1000 ટી સ્ટોલ્સ પર લાઇવ બ્રોડકાસ્ટ કરવામાં આવશે. ચાના ચોરા પર બે કલાકના સેશનમાં મોદી 30 મીનિટ ભાષણ કરશે. 45 મીનિટ સુધી સંસદીય ક્ષેત્રો સાથે જોડાયેલા અથવા નીતિગત મુદ્દા પર સૂચન સાંભળશે અને ત્યાર પછીની 45 મીનિટમાં લોકોના પ્રશ્નોના જવાબ આપશે.

ચા પર ચર્ચા અભિયાન

ચા પર ચર્ચા અભિયાન

ભાજપના આ હાઇટેક અભિયાનમાં ડીટીએચ બ્રોડકાસ્ટ, હાઇ સ્પીડ ઇન્ટરનેટ અને સેટેલાઇટ અપ લિંક સામેલ છે. ચા પર ચર્ચા અભિયાનમાં મોટાભાગના સ્થળો પર વેબકેમ અને હાઇ સ્પીડ ઇન્ટનેટ ડોંગલ્સ થકી મોદી સાથે લોકોની વાતચીત કરવામાં આવશે. મોદીએ આ આખા અભિયાનને મોદીની અધિકૃત વેબસાઇટ પર પણ વેબકાસ્ટ કરવામાં આવશે. કેટલાક સેશન્સમાં મોદી લોકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અથવા ટ્રાન્સપોર્ટેશન જેવા મુદ્દાઓ પર લોકોના સૂચન માંગશે.

ચા કંપનીઓ ઘણી ઉત્સાહિત

ચા કંપનીઓ ઘણી ઉત્સાહિત

આ અભિયાનનો પ્રચાર સોશિયલ મીડિયા પર જોર-શોરથી કરવામાં આવી રહ્યું છે. મોદીના આ ટી સ્ટોલ પ્રચાર અભિયાનને લઇને ચા કંપનીઓ ઘણી ઉત્સાહિત છે. તેમના માટે મોદીનું ચાનો ચોરો બુસ્ટર ડોલ સાબિત થયું છે. અંગ્રેજી સમાચાર પત્ર ઇકોનોમિક્સ ટાઇમ્સ અનુસાર ચા કંપનીઓની કિંમતમાં વધારો થયો છે. ચાનું વેચાણ 2012માં 55 મિલિયનથી વધીને 2013માં 1180 મિલિયન થઇ ગયું.

મોદી સાથે અનેક નેતા જોડાશે

મોદી સાથે અનેક નેતા જોડાશે

ચા વેન્ડર પણ મોદીના આ ચાના ચોરા અભિયાનથી ઘણા ખુશ છે. ભાજપે અત્યારસુધી કાર્યક્રમ અનુસાર ચા પર ચર્ચા અભિયાન દ્વારા મોદી દર અઠવાડિયે 2 લાખથી વધુ લોકો સાથે ચર્ચા કરશે. મોદી સાથે આ ચાની ચુસ્કીમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, રાજ્યસભામાં વિપક્ષી નેતા અરુણ જેટલી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધંરા રાજે સહિત તમામ લોકો સામેલ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X