For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે એ IAS અધિકારી મોહસિન જેમને પીએમ મોદીના કાફલાની ચેકિંગ માટે કરાયા સસ્પેન્ડ

ભારતીય ચૂંટણી કમિશને કર્ણાટકના સંબલપુરમાં એક આઈએએસ અધિકારીને એસપીજી સુરક્ષા અંગે કમિશનના નિર્દેશોની વિપરીત કાર્ય કરવા પર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ચૂંટણી કમિશને કર્ણાટકના સંબલપુરમાં એક આઈએએસ અધિકારીને એસપીજી સુરક્ષા અંગે કમિશનના નિર્દેશોની વિપરીત કાર્ય કરવા પર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા આઈએએસ અધિકારીનુ નામ મોહમ્મદ મોહસિન છે. 1996ની બેચના આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિન ઓડિશાના સંબલપુરમાં જનરલ ઑબ્ઝર્વર તરીકે તૈનાત હતા. માહિતી મુજબ તેમણે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં શામેલ એક ગાડીનું ચેકિંગ કરવાની કોશિશ કરી હતી. જો કે તેમને આમ કરવા દેવામાં આવ્યા નહોતા. ચૂંટણી કમિશનના આદેશ અનુસાર કર્ણાટક કેડરના આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિને 16 એપ્રિલના રોજ 'એસપીજી સુરક્ષા સંબંધિત કમિશનના નિર્દેશોની વિપરીત કાર્યવાહી' માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પીએમ મોદીના કાફલાનું ચેકિંગ કરવાની કોશિશ પર થઈ કાર્યવાહી

પીએમ મોદીના કાફલાનું ચેકિંગ કરવાની કોશિશ પર થઈ કાર્યવાહી

વાસ્તવમાં લોકસભા ચૂંટણી 2019ના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ઓડિશાના સંબલપુરમાં એક ચૂંટણી પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન કર્ણાટક બેચના આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઑબ્ઝર્વર તરીકે તૈનાત હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાની તપાસ લેવાની કોશિશ કરી હતી. આ માટે પીએમઓએ ચૂંટણી કમિશનને ફરિયાદ કરી ત્યારબાદ ચૂંટણી કમિશનની ટીમ ઘટનાક્રમ જાણવા માટે ઓડિશા પણ ગઈ હતી. આ દરમિયાન અહીં ચૂંટણી કમિશનને એસપીજી સુરક્ષા છતાં તપાસ કરવાની જાણકારી મળી. પછી ચૂંટણી કમિશને આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિન સામે કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરી દીધા.

જાણો, કોણ છે આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિન

1969માં જન્મેલા આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિન વર્તમાનમાં કર્ણાટકના પછાત વર્ગ કલ્યાણ વિભાગમાં સચિવ છે. ચૂંટણી કમિશનની વેબસાઈટ મુજબ મોહમ્મદ મોહસિનને 4 એપ્રિલથી 23 મે સુધી સંબલપુર લોકસભાના ચાર વિધાનસભા વિસ્તારો (કુચિંડા, રેંગાલી, સંબલપુર અને રાયરાખોલ) માટે જનરલ ઑબ્ઝર્વર રૂપે તૈનાત કરવામાં આવ્યા. આદેશ મુજબ મોહમ્મદ મોહસિનને ‘ચૂંટણી કમિશનની દેખરેખ અને નિયંત્રણમાં' કામ કરવાનું હતુ.

1996 બેચના આઈએએસ અધિકારી પર ચૂંટણી કમિશને કરી કાર્યવાહી

1996 બેચના આઈએએસ અધિકારી પર ચૂંટણી કમિશને કરી કાર્યવાહી

માહિતી મુજબ 1996 બેચના આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિવ પટનાના રહેવાસી છે. તે કર્ણાટક કેડરના આઈએએસ અધિકારી પસંદ કરવામાં આવ્યા. તેમણે પટના યુનિવર્સિટીમાંથી એમ.કોમનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ વર્ષ 1994માં તે યુપીએસસી સિવિલ સર્વિસીઝના અભ્યાસ માટે દિલ્લી આવી ગયા હતા. મોહમ્મદ મોહસિન 1996 બેચમાં આઈએએસ અધિકારી બનવામાં સફળ થયા. તેઓ કર્ણાટક સરકારના શિક્ષણ વિભાગ સહિત ઘણા બીજા વિભાગોમાં પ્રશાસનિક પદો પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ રાહુલ સામે 'મોદી' એ કર્યો માનહાનિનો કેસ, 'તેમના નિવેદન બાદ લોકો ઉડાવી રહ્યા મારી મજાક'આ પણ વાંચોઃ રાહુલ સામે 'મોદી' એ કર્યો માનહાનિનો કેસ, 'તેમના નિવેદન બાદ લોકો ઉડાવી રહ્યા મારી મજાક'

English summary
Know about IAS Officer Mohammed Mohsin, who suspends EC Chopper search delays PM Modi departure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X