For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા કેસઃ શું કહે છે ભાજપ, કોંગ્રેસ અને મહિલા કાર્યકર્તા

સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં દાખલ કરેલ પુનર્વિચાર અરજી પર ચુકાદો નથી સંભળાવ્યો. કોર્ટે કેસ 7 જજોની પીઠને સોંપી દીધો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં દાખલ કરેલ પુનર્વિચાર અરજી પર ચુકાદો નથી સંભળાવ્યો. કોર્ટે કેસ 7 જજોની પીઠને સોંપી દીધો છે. આ કેસ સબરીમાલા મંદિરમાં બધા વયની મહિલાઓના પ્રવેશ સાથે જોડાયેલો છે. વાસ્તવમાં ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં 4-1ના બહુમતથી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જે હેઠળ બધા વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશની અનુમતિ મળી ગઈ હતી.

પ્રવેશની અનુમતિના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો

પ્રવેશની અનુમતિના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો

આ પહેલા 10થી 50 વર્ષની મહિલાઓ જ મંદિરમાં પ્રવેશ નહોતી કરી શકતી. અહીં સદીઓથી આ પરંપરા રહી છે કે ભગવાન અયપ્પાના દર્શન એ મહિલાઓ નહોતી કરી શકતી જેમને માસિક ધર્મ થાય છે. જોકે સુપ્રીમ કોર્ટે આ પ્રથાને મહિલાઓ સાથે ભેદભાવ માનીને બધાને પ્રવેશની અનુમતિના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટના આ ચુકાદાનુ અમુક લોકોએ સમર્થન કર્યુ જ્યારે અમુકે તેનો વિરોધ કર્યો.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

ભાજપ નેતા કુમ્મનમ રાજશેખરનનુ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટે સબરીમાલાની પરંપરાઓને જાળવી રાખી છે... આ ચુકાદાથી સ્પષ્ટ છે કે રાજ્યને વિશ્વાસ મામલે પોતાને શામેલ ન કરવુ જોઈએ. મને આશા છે કે રાજ્ય સરકાર મંદિરમાં યુવા મહિલાઓને લાવવાની કોશિશ નહિ કરે. આ ચુકાદાએ એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે છેલ્લો ચુદાકો ખોટો હતો.. કેરળ સરકારે 7 જજોની પીઠને પોતાનો ચુકાદો આપવા સુધી સંયમ બતાવવુ જોઈએ. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે સબરીમાલા કેસમાં મોટી પીઠને સોંપવાનુ સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે તે ભક્તોના અધિકારોની રક્ષા અને વિશ્વાસ જાળવી રાખવાની દિશામાં આ ચુકાદાનુ સમ્માન કરે છે. તેમણે કહ્યુ કે આ કેસ ક્યારેય મૌલિક અધિકારોનો નથી રહ્યો. આ સમાજ દ્વારા સ્વીકૃત સદીઓ જૂની પરંપરાનો કેસ હતો.

આ પણ વાંચોઃ દુલ્હનની જેમ તૈયાર થઈને પતિ રણવીર સિંહ સાથે તિરુપતિ પહોંચી દીપિકા, ફોટા વાયરલઆ પણ વાંચોઃ દુલ્હનની જેમ તૈયાર થઈને પતિ રણવીર સિંહ સાથે તિરુપતિ પહોંચી દીપિકા, ફોટા વાયરલ

મહિલા કાર્યકર્તા

મહિલા કાર્યકર્તા

મહિલા કાર્યકર્તા તૃપ્તિ દેસાઈને આશા છે કે મોટી પીઠ સપ્ટેમ્બર 2018માં આવેલા ચુકાદાને નહિ પલટે. તે કહે છે, ‘ત્રણ જજોની આ પીઠ પણ મહિલાઓના અધિકારોના પક્ષમાં છે અને મારુ માનવુ છે કે મોટી પીઠ પણ મહિલાઓના પક્ષમાં સુનાવણી બાદ ચુકાદો આપશે.' તમને જણાવી દઈએ કે તૃપ્તિ દેસાઈ કહે છે કે તે એક વાર મંદિરમા પ્રવેશ કરવાની કોશિશ કરશે.

કોંગ્રેસ

કોંગ્રેસ

કેરળ કોંગ્રેસના નેતા રમેશ ચેન્નિથલાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સ્વાગત કરીને કહ્યુ, ‘ચુકાદો ઘણી હદ સુધી કોંગ્રેસના વલણને અનુરૂપ છે...ભક્તોની ભાવનાઓને જાળવી રાખવામાં આવી છે...હવે મારો માત્ર એટલો અનુરોધ છે કે રાજ્ય સરકારે સ્થિતિને નુકશાન ન પહોંચાડવુ જોઈએ.'

English summary
know opinion of bjp congress and women activist on sabarimala issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X