• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોમવારથી શરૂ થતાં લૉકડાઉન 4 માટે શું ઈચ્છે છે રાજ્યો, અહીં 10 પોઈન્ટમાં જાણો

|

કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમણથી બચાવ માટે દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. હાલમાં લૉકડાઉન ત્રીજા તબક્કામાં ચાલી રહ્યુ છે જે 17 મેના રોજ સમાપ્ત થઈ જશે. ત્યારબાદ 18 મેથી લૉકડાઉનનો ચોતો તબક્કો શરૂ થશે. એટલે કે લૉકડાઉન 4.0 પરંતુ આ બાકીના ત્રણ તબક્કાથી અલગ હશે. આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તેમના સૂચનો માંગ્યાહતા. છેલ્લે જે પણ થશે તે ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશ જારી કરશે. તો ચાલો આ 10 પોઈન્ટના માધ્યમથી જાણીએ કે કયા રાજ્યોમાં શું યોજના બની રહી છે -

1. અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા ઈચ્છે છે આ રાજ્ય

1. અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા ઈચ્છે છે આ રાજ્ય

આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને રાજધાની દિલ્લી સહિત ઘણા રાજ્યોએ સૂચન આપ્યા છેે કે અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવામાં આવે, જેને પહેલા લૉકડાઉન તબક્કાઓ માટે બંધ કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે આંધ્ર પ્રદેશે નૉનકન્ટેનમેન્ટ ઝોનમાં બધી આર્થિક તેમજ સામાજિક ગતિવિધિઓ ફરીથી ખોલવાનો પ્રસ્તાવ આપ્યો છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાઓ અનુસાર આ રાજ્યમાં કોવિડ-19ના કુલ 2137 કેસ છે અને 11,422 લોકો ક્વૉરંટાઈન છે.

2. દિલ્લીમાં આર્થિક ગતિવિધિઓમાં ઢીલ આપવાનુ સૂચન

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને સૂચન મળ્યા બાદ ગુરુવારે મીડિયા સાથે વાત કરીને જણાવ્યુ કે તેમને કન્ટેનમેન્ટ ઝોન છોડીને આર્થિક ગતિવિધિઓમાં ઢીલ આપવાના સૂચનો મળ્યા છે. તેમણે દિલ્લીમાં વધુ પ્રતિબંધો હટાવવાનુ આહ્વાન કર્યુ છે. જો કે આમાં કન્ટનમેન્ટ ઝોનને બંધ રાખવાની સલાહ શામેલ છે.

3. રેસ્ટોરન્ટ વગેરેને ફરીથી ખોલવા ઈચ્છે છે કેરળ

3. રેસ્ટોરન્ટ વગેરેને ફરીથી ખોલવા ઈચ્છે છે કેરળ

કેરળમાં સૌથી વધુ રાજસ્વ પર્યટનમાંથી આવે છે. આ કારણે મેટ્રો સેવા, લોકલ ટ્રેન, ઘરેલુ ફ્લાઈટ, રેસ્ટોરન્ટ અને હોટલ્સને ફરીથી ખોલવા ઈચ્છે છે. ભારતના પહેલા ત્રણ કોરોના વાયરસના કેસ પણ આ રાજ્યમાંથી મળ્યા હતા. રાજ્ય કોરોના સંક્રમણ ફેલાવાની સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યુ છે. અહીં કુલ 560 કોરોના કેસ આવ્યા જેમાંથી લગભગ 500 રિકવર થઈ ગયા છે અને માત્ર ચારના મોત થયા છે.

4. કર્ણાટકે અમુક સાર્વજનિક સ્થળોને ખોલવાની પરવાનગી માંગી

કર્ણાટકે સોશિયલ ડિસ્ટિંસીંગને પ્રોત્સાહિત કરવા અને કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે ઘણા સપ્તાહ પહેલા બંધ કરવામાં આવેલા રેસ્ટરાં, હોટલ અને વ્યાયામશાળાઓ સહિત સાર્વજનિક સ્થળોને ફરીથી ખોલવાની મંજૂરી માંગી છે. કર્ણાટકમાં હજુ કોરોના વાયરસના 959 સક્રિય છે. ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યારે 1518 લોકો આઈસોલેશનમાં છે. ગયા અઠવાડિયે પબ અને બારને દારૂના વેચાણ માટે અનુમતિ આપવામાં આવી છે.

5. આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા ઈચ્છે છે તમિલનાડુ

5. આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા ઈચ્છે છે તમિલનાડુ

તમિલનાડુએ કન્ટેનમેન્ટ ઝોન છોડીને અન્ય વિસ્તારોમાં આર્થિક ગતિવિધિઓ ફરીથી શરૂ કરવાનુ સૂચન આપ્યુ છે. છેલ્લા અમુક દિવસોથી રાજ્યમાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ સંખ્યામાં આવ્યા છે જેના કારણે આ અનુરોધને સાવધાની સાથે જોવાની સંભાવના છે. રાજ્યની રાજધાની ચેન્નઈમાં એક શાક માર્કેટમાં લગભગ 2600થી વધુ કોરોના કેસ મળ્યા છે. અહીં 4623 લોકો ક્વૉરંટાઈનમાં છે. સોમવારથી દુકાનો અને ખાનગી સંગઠનો માટે કામના કલાકોમાં વધારો સહિત રાહતની ઘોષણા કરવામાં આવી છે.

6. આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા ઈચ્છે છે ગુજરાત

ગુજરાતમાં 9591 કેસ સામે આવ્યા છે અને 586 દર્દીઓના મોત થયા છે. આ રાજ્ય બધા મુખ્ય શહેરોમાં બધી આર્થિક ગતિવિધિઓ ફરીથી શરૂ કરવા ઈચ્છે છે. આ વાત એવા સમયે કહેવામાં આવી છે જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં રાજ્યના 80 ટકા કેસ હાજર છે. સૂત્રોનુ કહેવુ છે કે કેન્દ્ર સરકાર ગુજરાતની સ્થિતિ વિશે ચિંતિત છે જ્યાં 208537 લોકો હજુ પણ ક્વૉરંટાઈન છે.

7. મહારાષ્ટ્ર આર્થિક ગતિવિધિઓ ખોલવા ઈચ્છુક નથી

7. મહારાષ્ટ્ર આર્થિક ગતિવિધિઓ ખોલવા ઈચ્છુક નથી

મહારાષ્ટ્ર આખા દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. સાથે જ મોટાભાગની આર્થિક ગતિવિધિઓ અને ઓફિસ ખોલવા ઈચ્છુક નથી. અહીં લગભગ 30 હજાર કેસ સામે આવ્યા છે અને 1000 મોત થયા છે. સરકારે મુંબઈમાં લૉકડાઉન વધારવાની ઘોષણા કરી દીધી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના 16 હજાર કેસ છે. સત્તારુઢ શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકારે જો કે ઉદ્યોગો માટે મુક્ય છૂટની ઘોષણા કરી છે. રાજ્યમાં સૌથી વધુ 1289 કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા છે. સાથે જ ત્રણ લાખ આસપાસ લોકોને ક્વૉરટાઈન કરવામાં આવ્યા છે.

8. સખત લૉકડાઉન ઈચ્છે છે આ ત્રણ રાજ્ય

બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાએ સૌથી અલગ સખત લૉકડાઉન ચાલુ રાખવાની માંગ કરી છે. આ રાજ્યોમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે અને દેશભરમાં ફસાયેલા પ્રવાસીઓી વાપસી સાથે આગળ પણ વધતા રહેવાની સંભાવના છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્પષ્ટ કરી દીધુ છે કે તેમના રાજ્યમાં લૉકડાઉનને 31 મે સુધી વધારી દેવામાં આવ્યુ છે. તેમણે એ પણ કહ્યુ કે જિલ્લા પ્રશાસને દિશા-નિર્દેશોમાં ઢીલ આપવી જોઈએ. બિહારમાં 994 કેસ સામે આવ્યા છે અને સાત મોત થયા છે. ઝારખંડમાં 197 કેસ આવ્યા છે અને ત્રણ મોત થયા છે જ્યારે ઓરિસ્સામાં 611 કેસ સામે આવ્યા છે અને ત્રણ મોત થયા છે.

9. ઉત્તરપ્રદેશ અને પંજાબની આ છે સ્થિતિ

9. ઉત્તરપ્રદેશ અને પંજાબની આ છે સ્થિતિ

ઉત્તર પ્રદેશમાં 3902 પૉઝિટીવ કેસ સામે આવ્યા અને 88 મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે 2.3 લાખ લોકોને ક્વૉરંટાઈન અને આઈસોલેશનમાં રાખ્યા છે. પંજાબના કોવિડ-19 કેસ હાલના દિવસોમાં વધી ગયા છે જેમાં 1935 કેસ નોંધવામાં આવ્યા છે, 32ના મોત થયા છે અને લગભગ 40,000 લોકો ક્વૉરંટાઈન છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે એ લોકોમાં શામેલ છે જેમણે પીએમ મોદીને મુલાકાત દરમિયાન કહ્યુ કે મજબૂત લૉકાડઉન અને કર્ફ્યુ હોવો જોઈએ.

10. લૉકડાઉન વધારવા ઈચ્છે છે અસમ

અસમે પણ લૉકડાઉન વિસ્તારવાનુ આહ્વવાન કર્યુ છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે એ પણ સંકેત આપ્યા છે કે આ બાબતે નિર્ણય કેન્દ્ર જ લેશે. સાથે જ તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ કે ભારત સરકારે જોવા દો કારણકે સિંગલ સ્ટેપ નથી...ઘણા તબક્કામાં વિચાર કરવાનો છે.

ઓરૈયા મૂજર અકસ્માત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી કહ્યુ , ઝડપથી બચાવ કાર્ય ચાલી રહ્યુ

English summary
know what different states want for lockdown four in 10 points starting from monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more