જાણો મોદીના કેબિનેટમાં કોણ કેટલું ભણેલું છે!
નવી દિલ્હી, 28 મે: નરેન્દ્ર મોદીએ 26મી મેના રોજ દેશ-દુનિયાના પ્રમુખોની વિશેષ હાજરીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. મોદીની સાથે સાથે તેમના મંત્રીમંડળે પણ શપથ લીધા. મોદીના મંત્રી મંડળમાં 44 મંત્રીઓ છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે નરેન્દ્ર મોદીના કેબિનેટમાં કયો મંત્રી કેટલું ભણેલો છે.
હાલમાં મોદીની કેબિનેટમાં સ્મૃતિ ઇરાણીના અભ્યાસ પર સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ મોદી મંત્રીમંડળના બીજા મંત્રીઓની શિક્ષા અંગે જાણવું જરૂરી બની જાય છે. જ્યાં સુધી અભ્યાસ અને શિક્ષણની વાત છે તો ADR સર્વે અનુસાર મોદીના મંત્રીમંડળમાં 8 મંત્રી 12મુ અથવા તેનાથી ઓછું ભણેલા છે. જ્યારે 36 મંત્રી સ્નાતક અથવા તેનાથી વધારે ભણેલા છે.

પ્રોફેશનલ ડિગ્રીની વાત કરવામાં આવે તો 17 મંત્રીઓની પાસે પ્રોફેશનલ ડિગ્રી છે. જ્યારે 9 મંત્રીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ ઉપરાંત 3 મંત્રીઓએ પીએચડી કર્યું છે, જ્યારે એક મંત્રીની પાસે અન્ય શિક્ષા છે.












Click it and Unblock the Notifications
