'રૂમાલ યૂઝર'ને પકડવા માટે મહિલાઓના કપડા ઉતરાવ્યા!
કોચ્ચિ, 1 જાન્યુઆરી: કોચ્ચિમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સર્જીકલ હાથના મોજા બનાવનારી કંપનીની ત્રણ મહિલા કર્મચારીઓએ 30 મહિલા કર્મચારીઓને કથિત રીતે કપડા ઊતારીને તલાશી લીધી.
આપ આ પ્રકારની તલાશી વિશે જાણીને આપ આશ્ચર્યમાં પડી જશો. આ પ્રકારની શરમજન તલાશી એટલા માટે લેવામાં આવી કારણ કે ટોયલેટમાં ઉપયોગમાં લેવામાં આવતા સેનિટરી નેપકીન કોણે મુક્યો હતો. ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે.
પોલીસે ગુરુવારે જણાવ્યું કે ત્રણ મહિલા કર્મચારીઓની વિરુદ્ધ અન્ય મહિલા કર્મચારીઓની ફરિયાદ પર આઇપીસીની ધારા 354 સહિત વિભિન્ન ધારાઓ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
કોચિન વિશેષ આર્થિક ક્ષેત્ર(સીસેઝ)ના વિકાસ કમિશ્નરે 10 ડિસેમ્બરના રોજ આસમા રબર પ્રાઇવેટ લિમિટેડમાં થયેલી કથિત ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યવાળી સમિતિ ગઠિત કરી છે. આ કંપનીમાં સર્જીકલ અને તપાસ માટેના રબર ગ્લૉઝનું નિર્માણ કરવામાં આવે છે. આ ચોંકાવનારી ઘટના થોડા દિવસો પહેલાની છે, આ ત્યારે સામે આવી જ્યારે પ્રભાવીત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી.મહિલા અધિકાર કાર્યકર્તાઓના વિરોધ નોંધાવવા, આ શરમજનક ઘટનાની નિંદા કરવાની સાથે જ પોલીસ અને ત્રણ સભ્યોવાળી સમિતિ દ્વારા તપાશ શરૂ કરવાની સાથે સાથે અન્ય કર્મચારીઓના વિરોધ નોંધાવવાની વચ્ચે પ્રશાસને બુધવારે એક સુપરવાઇઝર, એક સહાયક સુપરવાઇઝર અને અન્ય કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.
કંપનીના મેનેજર સીવાઇએ રહીમે જણાવ્યું કે ત્રણેય કર્મચારીના સસ્પેન્ડનો એ અર્થ નથી કે તેમણે કોઇ ગુનો કર્યો છે. સમગ્ર તપાસ બાદ રિપોર્ટની રાહ જુઓ.