For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kolkata Fire: કોલકત્તા ઈમારતમાં આગ લાગવાથી 9ના મોત, PMએ વ્યક્ત કર્યો શોક

કોલકત્તાના સ્ટ્રેંડ રોડ પર સ્થિત એક બહુમાળી ઈમારતના 13માં માળે ભીષણ આગ લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ કોલકત્તાના સ્ટ્રેંડ રોડ પર સ્થિત એક બહુમાળી ઈમારતના 13માં માળે ભીષણ આગ લાગી ગઈ છે. આ દૂર્ઘટનામાં 4 ફાયરબ્રિગેડકર્મીઓ સહિત 9ના મોત થઈ ગયા છે. જે બિલ્ડીંગમાં આગ લાગી છે તે રેલવે સંબંધિત છે. કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યુ કે 4 ફાયર ફાઈટર, 2 રેલવે કર્મીઓ અને એક પોલિસ એએસઆઈ સહિત 9 લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા છે. મમતા બેનર્જીની સરકારે મૃતકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે.

Kolkata Fire

વળી, પીએમઓએ કહ્યુ, પીએમ નરેન્દ્ર મોદીએ કોલકત્તામાં દુઃખદ આગના કારણે પોતાનો જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહતકોષમાંથી 2-2 લાખ રૂપિયાના વળતરની મંજૂરી આપી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ પ્રગટ કર્યુ છે. પીએમ મોદીએ મંગળવાર(9 માર્ચ)ની સવારે ટ્વિટ કર્યુ. કોલકત્તામાં આગની ઘટના કારણે લોકોને જીવ જતા રહ્યા. દુઃખની આ ઘડીમાં મારા વિચાર શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઘાયલોને જલ્દી ઠીક કરવામાં આવે.

ઘટનાની માહિતી મળતા જ અડધી રાતે સીએમ મમતા ઘટના સ્થળે પહોંચી ગયા. સીએમ મમતા ઉપરાંત ઘટના સ્થળે સુજીત બોઝ અને ફિરહાદ હાકિમ પણ હાજર હતા. ઘટના સ્થળના પ્રવાસ સમયે સીએમ મમતાએ કહ્યુ, 'આ બહુ દુઃખદ છે. પ્રત્યેક મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની અનુગ્રહ રકમ આપવામાં આવશે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.' મમતા બેનર્જીએ કહ્યુ, 'અમારા સાત લોકો માર્યા ગયા છે જેમાંથી 4 ફાયર ફાઈટર હતા. જે લિફ્ટના માધ્યમથી જલ્દીથી ઘટના સ્થળે એટલે કે 13માં માળે જવા માંગતા હતા પરંતુ લિફ્ટમાં કરન્ટ આવી ગયો જેનાથી આ ઘટના થઈ ગઈ.'

મમતા બેનર્જીએ કહ્યુ, આ બિલ્ડીંગ રેલવેનુ છે. આ તેની જવાબદારી છે પરંતુ તે ભવનનો નક્શો આપવામાં અસમર્થ હતા. અમારા ફાયર ડિપાર્ટમેન્ટે બિલ્ડિંગમાં જવા માટે રેલવેવાળા લોકો પાસે બિલ્ડિંગનો મેપ માંગ્યો પરંતુ કોઈ હેલ્પ કરવામાં ન આવી. હું આ દૂર્ઘટના પર રાજનીતિ કરવા નથી માંગતી. તમને જણાવી દઈએ કે જે બિલ્ડીંગમાં આગ લાગી છે તેમાં પૂર્વ રેલવે અને દક્ષિણ રેલવેના ઝોનલ કાર્યાલય છે અને ગ્રાઉન્ટ ફ્લોર પર એક કમ્પ્યુટરાઈઝ્જ ટિકિટ બુકિંગ કેન્દ્ર છે. પૂર્વ રેલવેના મહાપ્રબંધક મનોજ જોશીએ કહ્યુ કે આગના કારણોની તપાસ માટે રેલવે દ્વારા એક ઉચ્ચસ્તરીય ટીમની રચના કરવામાં આવી છે. અમે કોઈ પણ તપાસમાં રાજ્ય સાથે સહયોગ કરીશુ.

મનોજ જોશીએ કહ્યુ, આગ લાગવાથી મુસાફર આરક્ષણ પ્રણાલીનુ એક મહત્વપૂર્ણ સ્થાન પ્રભાવિત થયુ છે. સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. CRISના માધ્યમથી દૂર્ઘટના વસૂલી પ્રણાલીના માધ્યમથી તેને ફરીથી રિકવર કરવામાં આવશે. જેમાં બેકઅપ ડેટા છે. તેમણે કહ્યુ કે રેલવેના અધિકારી ત્યાં હાજર હતા. જે પણ જરૂરી હતુ તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. કદાય કોઈ પણ નક્શાને તરત ઉપલબ્ધ નહિ કરાવી શકાયો હોય. રેલવેના કર્મચારી સભ્ય બિલ્ડિંગ વિશે માર્ગદર્શન કરવા માટે હાજર હતા.

કેજરીવાલ સરકારે મહિલા સુરક્ષા માટે લીધા આ 5 મોટા નિર્ણયોકેજરીવાલ સરકારે મહિલા સુરક્ષા માટે લીધા આ 5 મોટા નિર્ણયો

English summary
Kolkata Fire: 7 dead including four firefighters, CM announces Rs 10 lakh ex gratia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X