For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂર્ગા પૂજા પંડાલમાં પ્રવેશ કરી શકશે 60 લોકો, કોલકત્તા હાઈકોર્ટે 'નો એન્ટ્રી'ના ચુકાદામાં આપી ઢીલ

પશ્ચિમ બંગાળમાં દૂર્ગા પૂજા પંડાલ સ્થાપિત કરવાની અરજી પર કોલકત્તા હાઈકોર્ટે સુનાવણી કરી છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં દૂર્ગા પૂજા પંડાલ સ્થાપિત કરવાની અરજી પર સુનાવણી કરીને કોલકત્તા ઉચ્ચ ન્યાયલયે બુધવારે ઢાકીઓને દરેક પંડાલમાં નો-એન્ટ્રી ઝોનની બહાર ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી. કોર્ટે કહ્યુ કે નાના પંડાલો માટે 15 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવે છે જ્યારે 60 લોકોને મોટા પંડાલો માટે મંજૂરી આપવામાં આવે છે.

kolkatta HC

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્ય તહેવાર દૂર્ગા ઉત્સવની ઉજવણી થોડી ફીકી જોવા મળી રહી છે કારણકે કોરોના મહામારીના કારણે ઘણા કડક દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે. નવરાત્રિમાં દૂર્ગા પૂજા પંડાલોમાં મા દૂર્ગાની પ્રતિમા સામે પૂજા-અર્ચના કરનાર ભક્ત આ વખતે દુઃખી છે કારણકે રાજ્યમાં પૂજા પંડાલોને લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ એક નિશ્ચિત સંખ્યામાં જ લોકોને આ પંડાલોમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.

વળી, સોમવારે કોલકત્તા હાઈકોર્ટમાં દૂર્ગા પૂજા પંડાલોને પશ્ચિમ બંગાળમાં નો-એન્ટ્રી ઝોન ઘોષિત કરી દીધા હતા અને કોર્ટે માત્ર પંડાલોમાં આયોજકને જ પ્રવેસ કરવાની મંજૂરી આપી હતી પરંતુ બુધવારે આના સાથે સંબંધિત અરજી પર સુનાવણી કરીને કોલકત્તા હાઈકોર્ટે દૂર્ગા પૂજા પંડાલોના નો એન્ટ્રી ઝોન બાદ ઢાકીઓને એટલે કે ઢોલ વગાડનારને રહેવાની મંજૂરી આપી છે. આ સાથે જ દૂર્ગા પૂજાના નાના પંડાલોમાં 15 વ્યક્તિઓને અને મોટા પંડાલોમાં 60 લોકોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ કે મોટા પંડાલોમાં 60 લોકો એકસાથે ભેગા થઈને દૂર્ગા પૂજાનો આ તહેવાર ધામધૂમથી મનાવી શકશે.

હાથરસ ગેંગરેપઃ પીડિતાના FSL રિપોર્ટ પર શંકા વ્યક્ત કરનાર ડૉક્ટરને નોકરીમાંથી કાઢ્યાહાથરસ ગેંગરેપઃ પીડિતાના FSL રિપોર્ટ પર શંકા વ્યક્ત કરનાર ડૉક્ટરને નોકરીમાંથી કાઢ્યા

English summary
Kolkata High Court allowed 15 persons in smaller pandals, while 60 people are allowed for larger pandals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X