કોલકાતાના ચાંદની ચોકમાં વિસ્ફોટ, એક જીવતો બોમ્બ મળ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટના પગલે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડના જવાનોએ જણાવ્યું હતું કે જોકે આ વિસ્ફોટ ઓછી તિવ્રતાનો હોવાના કારણે વિસ્તારમાં કોઇપણ જાતની જાનહાની થઇ નથી. તેમણે જણાવ્યું કે આ દેશી બોમ્બ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર કોલકાતાના આ ભરચક વિસ્તાર ચાંદની ચોકમાં આજે સવારે 12.30 કલાકે આ ધીમી તિવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેના પગલે સ્થાનીક પોલીસ અને બોમ્બ સ્ક્વોડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અત્રેથી મળેલ અન્ય એક દેશી બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
