
રાજ્યપાલ જાણે ઘરડી વેશ્યા હોય, જેને કોઇ પૂછતું નથી: કેપીએસ ગિલ
નવી દિલ્હી, 22 નવેમ્બર: કેપીએસ ગેલ, જી હાં તે વરિષ્ઠ પોલીસ અધિકારી જેમને ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીને નિર્દોષ ગણાવ્યા હતા તેમને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કેપીએસ ગિલના આ નિવેદન બાદ આખા દેશમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. એક ટીવી ઇન્ટરવ્યુંમાં તેમને રાજ્યપાલ જેવા સન્માનિત અને સંવૈધાનિક પદને ઘરડી વેશ્યા ગણાવી. અત્રે ઉલ્લેખનીય છે કે આ નિવેદન રાજપાલ કોઇપણ પ્રદેશ પ્રથમ નાગરિક હોય છે. મળતી માહિતી મુજબ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કેપીએસ ગિલે કહ્યું હતું કે 1993માં રાજેશ પાયલોટે મને મણિપુરના રાજ્યપાલ બનાવવાની રિક્વેસ્ટ કરી હતી, પરંતુ મેં ના પાડી દિધી.
કેપીએસ ગિલે કહ્યું હતું કે રાજ્પાલ ઘરડી વેશ્યા માફક હોય છે, જે કામની રાહ જોયા કરે છે, પરંતુ તેમની પાસે કોઇ કામ હોતું નથી. તેમને કહ્યું હતું કે રાજ્યપાલ પદમાં મને રસ ક્યારેય રહ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે 1979 થી 1985 વચ્ચે અસમ આંદોલન દરમિયાન ગિલ પ્રદેશમાં પોતાની સેવા આપી રહ્યાં હતા. કેપીએસ ગિલે આ વાત ત્યારે કહી હતી જ્યારે તેમને અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગાઇના તે દાવા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો જે જેમાં તેમને કહ્યું હતું કે 2004માં એનડીએ સરકાર કેપીએસ ગિલને રાજ્યપાલ બનાવવા માંગતી હતી.
ખાસ વાત એ છે કે અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગાઇએ આ આરોપ લગાવ્યો હતો કે પ્રફુલ્લ કુમાર મહંતના નેતૃત્વવાળી અસમ ગણ પરિષદની સરકાર દરમિયાન જે ગુપ્ત હત્યાઓ થઇ તેની પાછળ પણ કેપીએસનો ગિલનો હાથ હતો. તમને જણાવી દઇએ કે 1996 થી માંડીને 2001 વચ્ચે ટોચના ઉલ્ફા નેતાઓના પરિવારના લોકોની અજ્ઞાત લોકોએ હત્યા કરી દિધી હતી. આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહંત સરકારે પ્રતિબંધિત સંગઠન ઉલ્ફાના સભ્યો પર સરેન્ડરનું દબાણ બનાવવા માટે હત્યાઓ કરાવી હતી. કેપીએસ ગિલ આ આરોપોના જવાબમાં કહ્યું હતું કે 'મે આજ સુધી આટલું મોટું જુઠ્ઠું સાંભળ્યું નથી.'