For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ કેસઃ પીડિતાનું નિવેદન નોંધવા એમ્સમાં લાગી અસ્થાયી કોર્ટ, કુલદીપ સેંગરને લવાયો

ઉન્નાવ રેપ કેસઃ પીડિતાનું નિવેદન નોંધવા એમ્સમાં લાગી અસ્થાયી કોર્ટ, કુલદીપ સેંગરને લવાયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કેસની પીડિતાનું નિવેદન લેવા માટે દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં અસ્થાયી કોર્ટ લગાવવામાં આવી છે. બુધવારે જજ અહીં પહોંચી ગયા છે. મામલામાં મુખ્ય આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પણ અહીં લાવવામાં આવ્યો છે. ભાજપના નેતા કુલદીપ સિંહ સેંગર પર છોકરી પર જાનથી મારી નાખવા હુમલો કર્યો હોવાનો પણ આરોપ છે. ધારાસભ્યએ કરાવેલ કથિત અકસ્માતમાં છોકરીની કાકી સહિત બેનાં મોત થયાં હતાં જ્યારે પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

kuldeep singh senger

ગુજરાતના 22 જિલ્લામાં આ વર્ષે 100% થી વધુ વરસાદ, નર્મદા ડેમ 91% ભરાયોગુજરાતના 22 જિલ્લામાં આ વર્ષે 100% થી વધુ વરસાદ, નર્મદા ડેમ 91% ભરાયો

2017ના ઉન્નાવ રેપ કેસની પીડિતાનું નિવેદન આજે હોસ્પિટલમાં જ લાગેલ અસ્થાયી હોસ્પિટલમાં નોંધવામાં આવશે. પીડિતાનું નિવેદન બંધ રૂમમાં રેકોર્ડ પણ કરવામાં આવશે. પીડિતાનું નિવેદન નોંધવા માટે ડિસ્ટ્રિક જજ ધર્મેશ શર્મા એમ્સ પહોંચ્યા છે. આરોપી કુલદીપ સેંગર અને સહઆરોપી શશિ સિંહને પણ હાજર કરવા માટે એમ્સ લાવવામાં આવ્યા છે. પીડિતાના નિવેદન નોંધાવ્યા બાદ આરોપીને ક્રોસ એક્ઝામિન કરવામાં આવશે.

રાયબરેલી પાસે સર્જાયેલ દુર્ઘટના બાદ પીડિતા એમ્સમાં ઈલાજ કરાવી રહી છે. જસ્ટિસ શર્માએ શનિવારે એમ્સના જય પ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં એક સ્થાયી અદાલત બનાવવાના નિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટે શુક્રવારે પ્રશાસનિક પક્ષી આના આશયની એક અધિસૂચના જાહેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું કે મામલાની સુનાવણી કરી રહેલ વિશેષ ન્યાયાધીશ શર્મા પીડિતાનું નિવેદન નોંધશે.

ઉન્નાવની છોકરીએ 2017માં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર કથિત રીતે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. મામલામાં કાર્યવાહી ન થવા પર પીડિતાએ સીએમ આવાસ પર આત્મહત્યા કરવાની કોશિશ કરી, જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. મીડિયામાં મામલો આ્યા બાદ સેંગરની ધરપકડ થઈ હતી. ગત 28 જુલાઈએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં પીડિતા અકસ્માતનો શિકાર થઈ ગઈ હતી. દુર્ઘટનામાં તેની મોસી અને ચાચીનું નિધન થયું હતું. ઘટનામાં તેનો વકીલ પણ ઘાયલ થયો હતો. પીડિતાના પરિવારે સેંગર પર અકસ્માતનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો પણ સેંગર પર ચાલી રહ્યો છે. આ ઘટના બાદ સુપ્રીમ કોર્ટે આના પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે મામલો દિલ્હી ટ્રાન્સફર કરવા અને પીડિતાને ઈલાજ માટે એમ્સ લાવવાનો આદેશ આપ્યો હતો.

English summary
kuldeep singh senger brought to temporary court in AIIMS Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X