રાહુલના ગઢમાં 12 જાન્યુઆરીએ ‘આપ’ લગાવશે ઝાડૂ
નવી દિલ્હી, 5 જાન્યુઆરીઃ દિલ્હીમાં વિજય હાંસલ કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે લોકસભા ચૂંટણી પર છે. પાર્ટી દેશની સત્તા પર બિરાજવા માટે પોતાની કમર કસી રહી છે. પાર્ટી નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ‘આપ' નેતા કુમાર વિશ્વાસે રાહુલ ગાંધીના ગઢમાં ગાબડુ પાડવાની તૈયારી પૂરી કરી લીધી છે. અમેઠીથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા કુમારે વિશાળ રેલીનું આયોજન કર્યું છે.

આ રેલને જન વિશ્વાસ રેલી નામ આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે રેલીમાં 50 હજારથી વધુ લોકો આવશે તેવી આશા છે. આ પહેલા 27 ડિસેમ્બરે અહીં ઝાડૂ સંદેશ યાત્રા કાઢવામાં આવી હતી, પરંતુ તેમાં કુમાર વિશ્વાસ આવી શક્યા નહોતા. તેવામાં જન વિશ્વાસ રેલી અનેક રીતે મહત્વની છે.












Click it and Unblock the Notifications
