દિલ્લી પરિવહન વિભાગમાં આગ લાગતા કુમાર વિશ્વાસ બોલ્યાઃ પુરાવા બળવા લાગ્યા છે
દિલ્લીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં સ્થિત પરિવહન વિભાગની ઓફિસમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. જો કે આગ લાગવા કારણો જાણી શકાયા નથી. વળી, પરિવહન વિભાગની ઓફિસમા આગ લાગવા મામલે દિલ્લીમાં રાજકારણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટીના બાગી નેતા અને ક્યારેક સીએમ અરવિંદ કેજરીવાલના નજીક ગણાતા કુમાર વિશ્વાસે આ વિશે દિલ્લી સરકાર પર નિશાન સાધ્યુ છે.

કુમાર વિશ્વાસે ઉઠાવ્યા સવાલ
દિલ્લીના પરિવહન વિભાગની ઓફિસમાં આગ લાગવાની ઘટના પર કવિ કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીને ઘેરી. કુમાર વિશ્વાસે કેજરીવાલ સરકાર પર આરોપ લગાવીને ટ્વિટ કર્યુ, ‘પુરાવા બળવા લાગ્યા છે ગુનેગારોના...' આ પહેલા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી તરફથી જારી ઉમેદવારોની યાદી પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યુ, ‘2013માં પાર્ટીના લોકોએ આમનો માર ખાધો, અમે સંઘર્ષ કર્યો અને આમની સામે જ લડીને જીત્યા... 2020માં તેમને બોલાવીને ટિકિટ આપી દીધી.' કુમાર વિશ્વાસે એક જૂના ટ્વિટને આધાર બનાવીને પોતાની વાત કહી હતી. આમાં લખવામાં આવ્યુ હતુ કે ધનવતી ચંદેલાના ગુંડાઓએ આપનના કાર્યકર્તાઓને પીટ્યા હતા.
|
કીર્તિ આઝાદ બોલ્યા - આપના કાર્યકર્તા આગ લગાવી રહ્યા
પરિવહન વિભાગની ઓફિસમાં લાગેલી આગ પર કોંગ્રેસે પણ નિશાન સાધ્યુ. કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદે આપ પર નિશાન સાધીને કહ્યુ, ‘આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આગ લગાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ચૂંટણીમાં હારના ડરથી તથાકથિત કૌભાંડને છૂપાવવા માટે ચૂંટણી પહેલા દસ્તાવેજો મિટાવી રહ્યા છે.' કીર્તિ આઝાદે કહ્યુ કે કોંગ્રેસની સરકાર આવશે અને આમે તેની તપાસ કરાવીશુ. વળી, આ વિશે ભાજપે પણ આમ આદમી પાર્ટી પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો.

ષડયંત્રની વાસ આવી રહી છેઃ મનોજ તિવારી
દિલ્લી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘ષડયંત્રની વાસ... ષડયંત્ર હોઈ શકે છે અરવિંદ કેજરીવાલનુ, પોતાની નિષ્ફળતાઓને છૂપાવવાનુ, મોતના તાર લોકોના જીવ લઈ રહ્યા છે દિલ્લીમાં અને સરકારી ઓફિસના પોતાના કાચા ચિટ્ઠા બાળીને બચી નહિ શકે હવે. કેમ હજુ સુધી એક પણ બસ ખરીદી શક્યા નથી અને હવે દસ્તાવેજ બધા બાળી નાખ્યા?'
આ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચા 2020: PM મોદીએ કહ્યુ તણાવમુક્ત રહો પરંતુ સમયને મહત્વ આપો