ભૂત હોવાની શંકામાં મહિલા અને તેની દીકરીને જબરજસ્તી ખવડાવ્યું મળ

Posted By:
Subscribe to Oneindia News

ઝારખંડમાં અમાનવતાની હદ પાર કરી દેતી ઘટના સામે આવી છે. અહીં મહિલા અને તેની દીકરીને જબરજસ્તી માણસનું મળ ખાવા પર મજબુર કરવામાં આવ્યા. ઘટના આમ બની હતી કે ઝારખંડની રાજધાની રાંચીના દુલામી ગામમાં લોકોને મહિલા અને તેની દીકરી પર શંકા ગયી કે તેમના પર કોઈ ભૂતનો પડછાયો છે. જેના કારણે અહીંના લોકોએ મહિલાને તેની દીકરીનું માથું માણસના મળમાં નાખી દીધું. પાડોશ ના લોકોએ મહિલા અને તેની દીકરીમાં ભૂત હોવાની શંકાથી તેમના માથાના વાળ કાપી નાખ્યા અને જબરજસ્તી તેમને મળ ખાવા માટે મજબુર કરવામાં આવ્યા.

jharkhand

ઝારખંડની રાજધાની રાંચીના દુલામી ગામના સોનહ્તુ પોલીસ સ્ટેશનનો આખો મામલો છે. જાણકારી અનુસાર આ ઘટના 16 ફેબ્રુઆરી દરમિયાન ઘટી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે એક મહિલા અને 6 લોકો બીમાર થઈને બેહોશ થઇ ગયા હતા ત્યારપછી એક વ્યક્તિને બોલાવવામાં આવ્યો કે અહીં આવી ને જુઓ કે કેમ આવી પરેશાની આવી રહી છે.

જયારે તે વ્યક્તિ એ મહિલા અને તેની દીકરી વિરુદ્ધ ઈશારો કર્યો ત્યારે લોકો મહિલા અને તેની દીકરીને જબરજસ્તી બહાર ખેંચી લાવ્યા અને તેમને માણસનું મળ ખવડાવ્યું. તેમના માથાનું મુંડન કરવામાં આવ્યું. પોલીસે જણાવ્યું કે તેમને આખા મામલાની ફરિયાદ નોંધી લીધી છે અને જલ્દી આરોપી વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

English summary
Lady and her daughter were forced to eat human excreta tonsured in ranchi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.