For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુર ખીરી ઘટનાઃ કેન્દ્રીય મંત્રી હટાવવાની માંગને લઈને આજે ખેડૂતોનુ દેશવ્યાપી રેલ રોકો આંદોલન

સંયુક્ત મોરચાએ આજે દેશભરમાં 6 કલાકનુ રેલ રોકોનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંયુક્ત મોરચાએ આજે દેશભરમાં 6 કલાકનુ રેલ રોકોનુ એલાન કર્યુ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને તેમના પદ પરથી હટાવવામાં આવે. વાસ્તવમાં લખીમપુર ખીરીની ઘટનામાં જે રીતે ખેડૂતોના મોત થયા ત્યારબાદથી નારાજ ખેડૂતો કેન્દ્રીય મંત્રીને હટાવવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ઘટનામાં અજય મિશ્રાનો દીકરો આશિષ મિશ્રા પણ આરોપી છે. શનિવારે ખેડૂતો તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ કે અજય મિશ્રાને પદ પરથી હટાવવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે જેથી લખીમપુર હિંસા મામલે ન્યાય થઈ શકે.

farmer

ખેડૂતો તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે સંયુક્ત ખેડૂત મોરચો પોતાના સંસદીય ક્ષેત્રમાં રેલ રોકો આંદોલન કરશે અને 18 ઓક્ટોબરે 6 કલાક સુધી ટ્રેનોનુ સંચાલન નહિ થવા દે. આ આંદોલન સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ખેડૂત મોરચાએ આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે કરવાનુ આહ્વાન કર્યુ છે. કોઈ પણ પ્રકારની સંપત્તિને આ દરમિયાન નુકશાન ન પહોંચાડવા માટે કહેવામાં આવ્યુ છે. રેલવેની પણ કોઈ સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવશે નહિ. ખેડૂતોનુ કહેવુ છે કે અમે અજય મિશ્રા ટેનીને પદ પરથી હટાવવાની માંગ ઘણા સમયથી કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રતન માને કહ્યુ કે આ માટે તમામ જિલ્લાઓમાં આંદોલનકારી ખેડૂત આગેવાનોને વિવિધ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે.

જ્યાં સુધી તે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પદ પર રહેશે ત્યાં સુધી મામલાની યોગ્ય તપાસ નહિ થઈ શકે. અજય મિશ્રા નફરત ફેલાવવાનુ કામ કરે છે, તે હિંદુ અને સિખો વચ્ચે તણાવ વધારવાનુ કામ કરે છે, પોતાના ભાષણ દ્વારા તે લોકોમાં તિરાડ પાડવાની કોશિશ કરે છે. તેમની ગાડીનો જ ઉપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા ખેડૂતોના જીવ લેવામાં આવ્યા. જો કે અજય મિશ્રાએ કહ્યુ છે કે તેમના ઉપર લગાવવામાં આવેલા બધા આરોપો નિરાધાર છે, ઘટના સમયે તેમનો દીકરો ઘટના સ્થળો નહોતો. આશિષ મિશ્રાનુ એ પણ કહેવુ છે કે ઘટના સમયે તે ઘટના સ્થળે નહોતો, તેના પર લગાવવામાં આવેલ આરોપ નિરાધાર છે. તમને જણાવી દઈએ કે આશિષ મિશ્રા અને ત્રણ અન્ય લોકોની પોલિસે ધરપકડ કરી હતી. આશિષ મિશ્રાને એસઆઈટીએ જેલમાં મોકલી દીધા છે.

English summary
Lakhimpur Kheri: Farmers call for nationwide rail roko agitation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X