For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનીવાસન, સીએસકે આઇપીએલ માટે ઉધઇ સમાન છે : મોદી

|
Google Oneindia Gujarati News

lalit modi
મુંબઇ, 25 મે : ઇન્ડિયન પ્રીમિયર લીગના સંસ્થાપક તેમજ પૂર્વ કમિશ્નર લલિત મોદીએ ચેન્નાઇ સુપર કિંગ્સને આઇપીએલમાંથી અને અધ્યક્ષ એન શ્રીનીવાસનને બીસીસીઆઇમાંથી બહાર કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે આઇપીએલ એક ઉધઇ સમાન છે, માટે જો યોગ્ય સમયે બંને માટે નિર્ણય નહીં કરવામાં આવ્યો તો આ આઇપીએલને ખાઇ જશે.

પોતે ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા મોદીએ જણાવ્યું કે ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક ગુરુનાથ મૈયપ્પનની ધરપકડ કરવાથી કઇ થવાનું નથી. સીએસકે તાત્કાલિકધોરણે ટૂર્નામેન્ટથી બહાર કરી દેવા જોઇએ. સાથે સાથે ફરીથી ટીમોની નિલામી કરાવવી જોઇએ. જો આઇપીએલ ટીમનો માલીક જ સટ્ટેબાજીમાં સામેલ હોય તો તેણે કોન્ટ્રાક્ટ અનુસાર તુરંત બહાર કરી ટીમને ભંગ કરી દેવી જોઇએ. આવું કોન્ટ્રાક્ટમાં લખ્યું પણ છે.

મોદીએ કહ્યું કે સારું થશે કે આઇપીએલ પોતે ટીમોના માલિકોને કોર્ટ સુધી ખેંચીને લઇ જાય. તેમણે કહ્યું કે જો આઇપીએલ બંધ થઇ ગઇ તો સૌથી વધારે નુકસાન ટીમોના માલિકોને જ થશે. આમ જો ટીમના માલિકો આવા હોય તો યોગ્ય છે કે ટૂર્નામેન્ટને જ બંધ કરી દેવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ચેન્નાઇની ટીમના માલિક કહેવાતા ગુરુનાથ મૈયપ્પનને મુંબઇ પોલીસે સટ્ટેબાજીના મામલામાં ધરપકડ કરી લીધી છે. તે વિંદુ દારા સિંહના માધ્યમથી સટ્ટાબજારમાં રૂપિયા લગાવતો હતો.

English summary
Former IPL chairman Lalit Modi on Friday demanded that Chennai Super Kings be terminated from the League after the arrest of the teams owner Gurunath Meiyappan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X