લાલુ યાદવ જેલમાં કરશે માળીનું કામ, મળશે અટલા રૂપિયા!

Written By:
Subscribe to Oneindia News

ઘાસચારા કૌંભાડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવને કોર્ટે દોષી જાહેર કરતા શનિવારે 3.5 વર્ષની સજા સંભળાવી હતી. સોમવારે લાલુ યાદવને હઝારીબાગની ઓપન જેલમાં મોકલવામાં આવશે, જ્યાં તેઓ માળીનું કામ સંભાળશે. તેમને દૈનિક 93 રૂપિયા લેખે આપવામાં આવશે. તેમણે પોતાની બાકીની સજા અહીં જ પસાર કરવાની છે, તો બીજી તરફ આરજેડીના સભ્યો કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે. તેમની પાર્ટીએ જાહેર કર્યુ છે કે, સોમવારે લાલુ યાદવના કેસના પેપર મળ્યા બાદ તેઓ હાઇકોર્ટનો દરવાજો ખખડાવશે.

laluprasad yadav

ઉલ્લેખનીય છે કે, આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ પર ઘાસચારા કૌભાંડનો મામલો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. જેમાં અતં શનિવારે તેમને દોષી જાહેર કરીને સજા જાહેર કરવામાં આવી હતી. સજા જાહેર થતા તેમણે ટ્વિટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતું. તેમણે લખ્યુ હતું કે, ભાજપના રસ્તા પર ચાલવા કરતા હું સામાજિક ન્યાય, સદ્ભાવ અને સમાનતા માટે ખુશીથી મરવાનું પસંદ કરીશ. આ અગાઉ પણ લાલુ પ્રસાદે કેસની સુનાવણી દરમિયાન અનેક વખત ભાજપ પર નિશાન કરતા ટ્વિટ કર્યા હતા. હવે જ્યારે તેઓ જેલમાં જઇ રહ્યા છે, ત્યારે તેમણે તેમની મનની વાત કરતું એક ટ્વિટ કર્યુ હતું. જેમાં તેમણે લખ્યુ હતું કે, હવેથી મારું આ ટ્વિટર હેન્ડલનું સંચાલન કાર્યાલય અને પરિવારના સભ્યો દ્વારા સંચાલિત કરવામાં આવશે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, સંગઠિત રહેજો, સતર્ક રહેજો.

English summary
Lalu Prasad will do in jail to earn Rs 93 per day.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.