લાલુપ્રસાદ યાદવની રેલીમાં મનોરંજન માટે કવ્વાલીનો રસથાળ

આરજેડીના એક નેતાના જણાવ્યા અનુસાર આ વિશાળ રેલીમાં ભાગ લેવા માટે લોકો 14 મેના રોજથી જ પટના પહોંચવા લાગશે. તેમનું માનવું છે કે આ રેલી અત્યાર સુધી બિહારમાં યોજવામાં આવેલી સૌથી મોટી રેલી બની રહેવા સાથે વર્તમાન સરકારને ગાદી છોડવા માટેની ઉલટી ગણતપી પણ હશે.
આરજેડીના સાંસદ અને પાર્ટીના મહાસચિવ રામકૃપાલ યાદવના જણાવ્યા અનુસાર આ પરિવર્તન રેલીમાં 10 લાખથી વધારે લોકો ભાગ લેશે એવી સંભાવના છે. રેલીમાં ભાગ લેનારાઓના રહેવાની વ્યવસ્થા ધારાસભ્યોના આવાસ ઉપરાંત સંજય ગાંધી સ્ટેડિયમ, ગાંધી મેદાની અંદરની ફુટપાથ અને ગંગા તટ પર કરવામાં આવી છે.
રેલીમાં લોકોના મનોરંજનમ માટે ચૈતા ગીતનું આયોજન કરાવમાં આવ્યું છે. તેમાં છોટુ છલિયા, ખેસારી લાલ યાદવ, બાદલ બબલીના ગીતોનું આયોજન પણ છે. કેટલાક સ્થળોએ કવ્વાલી નું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ખાસ લખનૌથી કવ્વાલોને બોલાવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ લોકોને રેલીમાં જોડાવાનું આમંત્રણ આપી રહ્યા છે. તેમના દીકરા તેજસ્વી યાદવ પણ રેલીને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
