ચારા ઘોટાળામાં લાલુને ઝટકો, બે અરજી ફગાવતી કોર્ટ

કોર્ટે આ મામલામાં 28 જૂનના રોજ લાલુ પ્રસાદ યાદવ તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા રામ જેઠમલાણીની દલિલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય લંબિત રાખ્યો હતો, જેની આજે સુનવણી કરાઇ હતી. ઝારખંડ હાઇકોર્ટ ન્યાયાલયે લાલુની આ દલિલનો સ્વીકર ના કર્યો કે કેન્દ્રીય તપાસ બ્યુરોના વિશેષ ન્યાયાધીશ પ્રવાસ કુમાર સિંહે તેમને ન્યાય મળવાની આશા નહીના બરાબર છે. કોર્ટે તેને લાલુ પ્રસાદ યાદવના મામલાને વધુ લટકાવવાની કોશિશ ગણાવી છે.
આ પહેલા 28 જૂનના રોજ ઝારખંડ હાઇ કોર્ટમાં લાલુના વકીલ રામ જેઠમલાનીએ દલિલ કરતા કહ્યું હતું કે તેમના ક્લાઇન્ટને કેન્દ્રીય તપાસ બ્યૂરોના વિશેષ ન્યાયાધીશ પ્રવાસ કુમાર સિંહેથી ન્યાય મળવાની આશા નહીના બરાબર છે. જેની પાછળ તેમણે લાલુ પ્રસાદ યાદવના વિરોધી નીતિશની જનતા દળયૂ પાર્ટીના બે નેતાઓનો સીબીઆઇ ન્યાયાધીશ સાથેનો સંબંધ હોવાનું ગણાવ્યું હતું.
પોતાના પક્ષને સાબિત કરવા માટે જેઠમલાણીએ સીબીઆઇ ન્યાયાધીશ પ્રવાસ કુમાર સિંહ અને બિહારના મુંત્રી જેડીયૂના નેતા પીકે શાહીના પારિવારિક ફોટોને પણ કોર્ટમાં રજુ કરાયા હતા.












Click it and Unblock the Notifications
