બિહાર બંધ: ટ્રેનો અટકાવી, લાલૂ-પાસવાનની ધરપકડ

lalu-ram-vilas-paswan
પટના, 15 ઑક્ટોબર: મધુબની અને ગયામાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસ દ્રારા કરવામાં આવેલા ફાયરિંગના વિરોધમાં આજે લાલૂ પ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન સહિત 600 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિહારની રાજધાની પટનામાં લાલૂ પ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાને પોતાના સમર્થકો સાથે રસ્તા પર ઉતરેલા અને વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય રાજ્ય સ્તરીય પાર્ટીઓએ પણ સત્તાધારી સરકારના વિરોધમાં રેલીઓ નિકાળી અને ધરપકડ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે પટના બે અલગ-અલગ વિસ્તારોમાંથી લગભગ 600 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ બિહારના કેટલાક જિલ્લામાં વ્પાપક અસર જોવા મળી હતી. ઘણી જગ્યાએ બંધના કારણે રેલ સેવા પર ખાસ અસર જોવા મળી હતી. રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કરવામાં આવતાં રસ્તા પર વાહનોની અવરજરવર પર અસર વર્તાઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X