ભારતને તબાહ કરવા પાક.માં તૈયાર થઇ રહી છે આતંકની ‘લેડી બ્રિગેડ’
નવી દિલ્હી, 28 ઓક્ટોબરઃ આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહેલા ભારત વિરુદ્ધ પાકિસ્તાનની નર્સરીમાં એવા બીજનું પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે, જે હિન્દુસ્તાનને આવનારા સમયમાં કરવા માટે તૈયારીઓમાં લાગી ગયા છે. આ બ્રિગેડનું નામ છે ‘લેડી બ્રિગેડ' સૂત્રો અનુસાર હાથોમાં બંદૂક અને દિમાગમાં ઝેર લઇને આ મહિલા ફિદાયન જો પોતાના મનસુબામાં સફળ થઇ જશે તો હિન્દુસ્તાન હચમચી જશે.
આજતક ન્યૂઝ ચેનલના હવાલાથી પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની ફોઝ અને આતંકવાદી સંગઠનોની આગેવાનીમાં પાકિસ્તાનમાં લેડી બ્રિગેડની ટ્રેનિંગ ચાલી રહી છે. પાકિસ્તાનના સાત અલગ-અલગ કેમ્પોમાં ટ્રેનિંગ લઇને આ યુવતીઓ હિન્દુસ્તાનમાં દહેશત અને એવો લોહિયાળ જંગ ખેલવા માગે છે, કે જોનારાઓની આત્મા કંપી ઉઠશે. પાકિસ્તાનમાં તૈયાર થઇ રહેલી સોથી વધુ બુર્કાનસી યુવતીઓ અને મહિલાઓનો એક એવો જથ્થો છે, જે પોતાના ઇરાદાને પાર પાડવા માટે કંઇ પણ કરી શકે છે.
આમ તો પાકિસ્તાન તરફથી ભારતની ધરતી પર આતંકવાદી હુમલા કરવાની વાત કોઇ નવી નથી, પરંતુ આ વખતે પાકિસ્તાનની ફોઝ, ત્યાંની જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને આતંકવાદી સંગઠનોએ જે ષડયંત્ર રચ્યુ છે, આવું પહેલા ક્યારેય નથી થયું. તો ચાલો તસવીરો થકી જાણીએ આ બુકાનીધારી મહિલાઓના ઇરાદા અને તેમની રીતોને.

ભીડ સાથે ભળી જવાની ખાસ ટ્રેનિંગ
પાકિસ્તાની ફોજીઓ અને આતંકવાદી સંગઠનોએ સાથે મળીને બુરખાદારી સુંદર યુવતીઓને તૈયાર કરી રહ્યા છે, જો તેઓ પોતાના ષડયંત્રમાં સફળ થયાં તો ભારતમાં એટલા બેગુનાહ લોકો માર્યા જશે કે જેમની ગણતરી કરવી મુશ્કેલ છે. આ ફિદાયિનોનું કામ માત્ર હુમલો કરવાનું નહીં પરંતુ હુમલાને એવી ભીડવાળી જગ્યા પર અંજામ આપવાનો છે, જે જેમાં વધુમાં વધુ લોકોની જાન જાય. આ માટે યુવતીઓને ભીડ સાથે ભળી જવાની અને છૂપાઇ જવાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.

દિમાગમાં ભરવામાં આવી રહ્યું છે જેહાદના નામે ઝહેર
મજહબના નામે ષડયંત્રો પહેલા પણ થયા છે, પરંતુ પાકિસ્તાનમાં બેસેલા આતંકના આકાઓએ આ વખતે જે પ્રકારે યુવતીઓનો મહોરાની જેમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, તે ચોંકાવનારું છે. પુરુષોના મુકાબલે વિશ્વ ભરમાં મહિલાઓ સાથે સુરક્ષા એજન્સીઓનું વલણ સામાન્ય રીતે નરમ હોય છે અને હિન્દુસ્તાન પણ તેનાથી અલગ નથી. પાકિસ્તાનના દહેશગર્દ સરકારી એજન્સીઓ આ વખતે આ વિચારનો ફાયદો ઉઠાવશે.

ભારત તરફ ધીરે-ધીરે આગળ વધી રહી છે લેડી બ્રિગેડ
પહેલા તેમને દહેશગર્દીની ટ્રેનિંગ આપવામાં આવી પછી હિન્દુસ્તાનના શહેરોથી વાકેફ કરાવવામાં આવી અને ત્યારે ભારત મોકલવા માટે નકલી પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યા. પાકિસ્તાનની લેડી બ્રિગેડ હિન્દુસ્તાન તરફ ધીરે-ધીરે આગળ વધી રહી છે. તેવામાં હિન્દુસ્તાની સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટો પડકાર બની ગઇ છે.

નિશાના પર હશે ભારતીય શહેરો
દિલ્હી, મુંબઇ, કોલકતા, ચંદીગઢ, જમ્મૂ કાશ્મિર. આઇએસઆઇ અને પાકિસ્તાની ફોજની દેખરેખમાં દહેશતગર્દીઓની બારીકીઓને શીખ્યા બાદ આ યુવતીઓ સૌથી હિન્દુસ્તાનના આ શહેરો પર કહેર વર્તાવવા માગે છે કે, જેથી હુમલાની અસર વધારે થાય.

આતંકની ફેક્ટરીની ખૌફનાક ટ્રેનિંગ
પાકિસ્તાનની લેડી બ્રિગેડનો ઇરાદો જેટલો નાપાક છે, સાત અલગ-અલગ આતંકની ફેક્ટરીઓમાં જારી તેમની ટ્રેનિંગ એટલી જ ખતરનાક. માથા પર કફન અને આંખો પર નફરતની પટ્ટી બાંધીને આ કેમ્પોમાં પાકિસ્તાની યુવતીઓ એ મોત તરફ આગળ વધી રહી છે, જેને વિશ્વ ફિદાઇન હુમલાના નામે જાણે છે. દરરોજ 10-15 કિમી દોડ, પછી ટ્રિગર દબાવવાની ટ્રેનિંગ અને હવે આઇઇડીનો ઉપયોગ કરવાની તાલિમ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
