For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઝલને ફાંસીનું પરિણામ ભારતે ભોગવવું પડશે: લશ્કર

|
Google Oneindia Gujarati News

lashkar e taiba
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: વર્ષ 2001માં સંસદ પર થયેલા હુમલાના દોષી મોહમ્મદ અફઝલ ગુરુને પણ આતંકવાદી કસાબની જેમ ગુપ્તરીતે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવાઇ. પ્રાપ્ત જાણકારી અનુસાર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર એ તૈયબાએ અફઝલ ગુરુની ફાંસીનો બદલો લેવાની ચેતવણી આવી છે. લશ્કરે જણાવ્યું કે ભારતે અફઝલને ફાંસી આપીને મોટી ભૂલ કરી છે, ભારતે તેની કિંમત ચૂકાવવી પડશે.

લશ્કર પ્રવક્તા ડોક્ટર અબ્દુલ્લા ગઝનવીએ કહ્યું કે ટૂંક સમયમાં ભારતે આનું પરિણામ ભોગવવું પડશે. અફઝલને ફાંસી આપ્યા બાદ કાશ્મીરમાં વિરોધ-પ્રદર્શન થયું છે, જમ્મુ-કાશ્મીરમાં બધા જ મોબાઇલ ઇન્ટરનેટ કનેક્શનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જોકે આ બધી સર્વિસને બંધ કરવાનું કોઇ કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ માનવામાં આવે છે કે ઇન્ટરનેટનો દુરઉપયોગ રોકવાના હેતુસર આ સેવાઓ બંધ કરવામાં આવી છે.

સંસદ હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂને શનિવારે સવારે તિહારની જેલ નંબર 3 માં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ શનિવારે આઠ વાગે ફાંસી આપી હોવાની અને મૃત જાહેર કરવાની અધિકારીક રીતે પુષ્ટિ કરી હતી. કોઇપણ પ્રકારની અશાંતિ ન ફેલાઇ તે માટે જમ્મૂ અને કાશ્મીરમાં ભારે સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યું હતું, અને શ્રીનગર, બારામૂલ સહિત કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુંની પણ જાહેરાત કરી દેવાઇ હતી.

English summary
lashkar threaten to india after afzal's hanging.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X