For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીડીએની આવાસ યોજનામાં આવેદન કરવાનો આજે છેલ્લો મોકો, આ રીતે ભરો ફૉર્મ

દિલ્લી વિકાસ પ્રાધિકરણ(ડીડીએ)ની આવાસ યોજના 2021 માટે આવેદન કરવાનો આજે અંતિમ દિવસ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જો તમે દિલ્લી વિકાસ પ્રાધિકરણ(ડીડીએ)ની આવાસ યોજના 2021 માટે આવેદન કરવાની યોજના બનાવી રહ્યા હોય તો આજે તમારી પાસે અંતિમ દિવસ છે. મંગળવારે 1,354 ફ્લેટો માટે આવેદન કરવાનો છેલ્લો દિવસ છે જેના માટે લકી ડ્રો 5 માર્ચે આયોજિત કરવાનો છે. 2 જાન્યુઆરીએ યોજના જારી કર્યા બાદથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી ડીડીએને કુલ 26,365 ફૉર્મ મળ્યા છે. ડીડીએના એક અધિકારીના જણાવ્યા મુજબ 26,365 ફૉર્મમાંથી 15,103 આવેદકોએ ફૉર્મની પૂરી ફી જમા કરાવી દીધી છે. ડીડીએએ HIG-MIG ફ્લેટ્સ માટે 2 લાખ રૂપિયા , LIG ફ્લેટ્સ માટે 1 લાખ રૂપિયા અને EWS ફ્લેટ્સ માટે 25 હજાર રૂપિયા ફૉર્મ ફી નક્કી કરી છે.

dda

આ આવાસ યોજના માટે લકી ડ્રૉ ઑનલાઈન થશે અને જે આવેદકોનો લકી ડ્રૉ નહિ નીકળે તેમને તેમની ફૉર્મ ફી પાછી આપી દેવામાં આવશે. ડીડીએના અધિકારીઓએ કહ્યુ કે આવાસ યોજના માટે લોકોની પ્રતિક્રિયા સંતોષજનક રહી છે અને ગઈ યોજનાઓમાં જોવા મળ્યુ છે તેમ છેલ્લા અમુક દિવસોમાં ફૉર્મની સંખ્યામાં વધારો થયો છે. 2 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી વચ્ચે ડીડીએને 15,361 ફૉર્મ મળ્યા હતા જેમાંથી 6,488 આવેદકોએ અંતિમ ચૂકવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ યોજનામાં 254 ઉચ્ચ આવક સમૂહ(એચઆઈજી) ફ્લેટોની કિંમત 69.6 લાખ રૂપિયાથી 2.1 કરોડ રૂપિયા, 757 બે બેડરૂમ, મધ્યમ આવક વર્ગ(એમઆઈજી)ના ફ્લેટોની કિંમત 40.6 લાખ રૂપિયાથી 1.4 કરોડ રૂપિયા વચ્ચે છે. વળી, નીચલા આવક વર્ગ(એલઆઈજી) ફ્લેટોની કિંમત 17.7થી 35.5 લાખ રૂપિયા છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગ(ઈડબ્લ્યુએસ) માટે 291 ફ્લેટ છે. બધા ફૉર્મ, રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી ઑનલાઈન જ કરવામાં આવશે.

દેશમાં કોરોનાના 9121 નવા દર્દી, 87 લાખથી વધુ લોકોને મૂકી રસીદેશમાં કોરોનાના 9121 નવા દર્દી, 87 લાખથી વધુ લોકોને મૂકી રસી

English summary
Last day to apply in DDA's housing scheme today, how to apply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X