News In Brief: જમ્મુ-કાશ્મીરને રૂપિયાની કોઇ ઊણપ નહી આવવા દઇએ- રાજનાથ સિંહ

12.20 pm: કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પ્રેસ કોંફ્રેન્સ કરીને પોતાના 100 દિવસના કાર્યકાળનો હિસાબ આપ્યો, આ ઉપરાંત રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરને ભયંકર પૂરની સ્થિતિમાંથી બહાર લાવવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાહત અને બચાવકામગીરી ચાલું છે. તેમજ કાશ્મીરની આ આપદામાંથી નિપટવા રૂપિયાની કોઇ ઊણપ નહીં આવે.
11.30 am: કાશ્મીરમાં ઘટી રહ્યું છે પાણી, છ લાખ લોકો હજી ફસાયેલા છે.
11.00 am: નિઠારી હત્યા કાંડમાં સુરેન્દ્ર કોલીની ફાંસી પર 29 ઓક્ટોબર સુધી સ્ટે ઓર્ડર આપતી સુપ્રીમ કોર્ટ.
10.30 am: જમીન પર સેનાને મોકલ્યા વગર જ આઇએસઆઇએસને ખતમ કરી શકવા માટે સક્ષમ છીએ: અમેરિકા
10.00 am: સલમાન ખાન વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ પોલીસ ફરિયાદ. પોલીસના જણાવ્યા અનુસાર મોહંમ્મદ અસીમ મોહમ્મદ આરિફની ફરિયાદ અનુસાર સલમાન ખાનની એનજીઓ બીઇંગ હ્યુમન દ્વારા હાલમાં મુંબઇ ખાતે યોજાયેલ એક ફેશન શોમાં મોડેલે એક અરબી ભાષામાં વિવાદાસ્પદ લખાણ વાડી ટીશર્ટ પહેરી હતી. પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
9.30 am: પૂર્વ CAGનો મનમોહન સિંહ પર હુમલો, કહ્યું કોંગ્રેસી નેતાઓના દબાણમાં કામ કરતા હતા વડાપ્રધાન.
9.00 am: કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે ગુરુવારે પૂર પ્રભાવિત જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન વિકાસના પુન: નિર્માણ માટે 100 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.
8.35 am: જમ્મુ-કાશ્મીર પૂર: 16 વિદેશી પ્રવાસીઓ ગુમ, હજી લાખો ફસાયેલા છે, રામબનમાં ભેખડ ધસવા જેવી ઘટના પણ સામે આવી છે.
8.25 am: અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રપતિને પત્ર લખીને દિલ્હીમાં ફરી ચૂંટણી કરાવવા કરી માંગ.
8.15 am: ભારત અને સર્બિયાની ટેનિસ ટીમોની વચ્ચે ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ પ્લેઓફ મુકાબલો આજથી કર્ણાટક સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.












Click it and Unblock the Notifications
