News In Brief: મુલાયમ સાથે ગઠબંધન નહી કરે માયાવતી

દેશ-દુનિયાના તમામ સમાચારોથી અહીં રહો અપડેટ...
5.10pm: નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દેશમાં વધી રહેલા સાંપ્રદાયિક સમાચારો વચ્ચે મોદી સરકારની જોરદાર ઝાટકણી કાઢી અને કહ્યું કે જ્યારથી નવી સરકાર આવી છે ત્યારથી રમખાણખોરોને બળ મળ્યું છે.
4.50pm: નવી દિલ્હી: આવતીકાલે રાત્રેથી પેટ્રોલ સસ્તુ થઇ જશે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 2.18 રૂપિયાનો ઘટાડો. જ્યારે અન્ય શહેરોમાં પેટ્રોલ 1.89 થી 2.38 રૂપિયા સુધી સસ્તુ થશે.
4.30pm: નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની સરકારના અત્યાર સુધીના પરર્ફોમન્સના પહેલાં પોલના પરિણામ આવી ગયા છે. ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સર્વે દરમિયાન 50 ટકા લોકોનું માનવું છે કે મોદી સરકાર જનતાની આશાઓ પર ખરી ઉતરી છે જ્યારે 30 ટકા લોકોનું કહેવું છે મોદી સરકારે આશા કરતાં ઓછું પ્રદર્શન કર્યું છે.
4.00pm: નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય, પૂર્વ કાયદા મંત્રી અને જાણીતા વકીલ શાંતિ ભૂષણે 'આપ'ના સંયોજક અરવિંદ કેજરીવાલની ટીકા કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલમાં સંગઠનાત્મક કૌશલ નથી, સાથે જ પાર્ટી આંતરિક લોકતંત્ર પણ નથી.
2.00pm: AIADMKના સાંસદ તંબીદુરૈ લોકસભાના ડેપ્યુટી સ્પીકર ચુંટાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી.
1.40pm: સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પોતાનાને ફરીથી ઉભી કરવા માટે પુરી શક્તિ વડે લડશે, સાંપ્રદાયિક હિંસાના બનાવોને લઇને સરકાર પર હુમલો કર્યો. સંસદ ભવનની બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે અમારી પાર્ટી ભાજપના વિરૂદ્ધ લડાઇ ચાલુ રાખશે અને એક દિવસ ફરીથી સત્તામાં પરત આવશે. (ભાજપ વિરૂદ્ધ લડાઇ યથાવત, ફરી સત્તામાં આવશે કોંગ્રેસ: સોનિયા)
1.20 pm: ઇરાકમાં પસંદ કરાયેલા હૈદર અલ-અબાદીએ ચરમપંથિયોથી લડાઇ બાદ એકજૂટ રહેવાની અપિલ કરી છે, જ્યારે હાલના વડાપ્રધાન નુરી અલ-અલિકીએ રાજનૈતિક સંકટની સમાપ્તિ માટે પોતાના રાજીનામાને લઇને કંઇ પણ કહેવાથી ઇનકાર કરી દીધો છે.
12.24 pm: પદ્મ પુરસ્કાર માટે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના નામની ભલામણ કરતુ બીસીસીઆઇ
12.00pm: માયાવતીની સાથે હાથ મિલાવવાની લાલૂની સલાહ પર મુલાયમ સિંહ યાદવે કહ્યું કે લાલૂ માયાવતીનો હાથ પકડીને લઇ આવે, હું હાથ મિલાવવા માટે તૈયાર છું.
11.30am: પૂર્વ અફઘાનીસ્તાનમાં એક સૈન્ય અભિયાનમાં આઠ આતંકવાદી માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થઇ ગયા.
11.00am: કોંગ્રેસે લોકસભામાં સાંપ્રદાયિક હિંસા પર ચર્ચાની માંગ પુનરાવર્તિત કરી, સ્પીકરે આજે ચર્ચા કરવાનો વિશ્વાસ અપાવ્યો.
10.00am: જમ્મૂની નજીક રામબનમાં ચાર સંદિગ્ધ આતંકવાદી ટેક્સી લૂંટી ભાગ્યા, એલર્ટ જાહેર
9:30 am: અમેરિકાના જોર્જિયા રાજ્યમાં થયેલા ગોળીબાર અને બે વાહનો વચ્ચેની ટક્કરમાં બે લોકોના મોત થયા છે અને ત્રણ અન્ય લોકો ઘાયલ થઇ ગયા છે.
8:45 am: કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ જ્યુડીસીયલ બિલ પર જણાવ્યું કે 'સુધારા વગર બિલના પરિચયને રજૂ કરવું ખોટું છે.'
8:30 am: સ્વતંત્ર દિવસની તૈયારી અને રિહર્સલના પગલે દિલ્હીના રસ્તાઓ પર ભારે ટ્રાફીક જામની સમસ્યા જોવા મળી હતી.
Traffic jams in Central Delhi due to Independence day rehearsals pic.twitter.com/fKlzr3nq8Y
— ANI (@ANI_news) August 13, 2014 8:00 am: પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. બીએસએફની ચાર પોસ્ટને બનાવી નિશાનો. કોઇ જાનહાની નથી થઇ.












Click it and Unblock the Notifications
