For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News in Brief: મોદીએ કહ્યું - 'હરિયાણાનો મારા પર વિશેષ અધિકાર છે..'

|
Google Oneindia Gujarati News

pakistan
નવી દિલ્હી, 19 ઓગષ્ટ: આજના સૌથી મોટા સમાચાર એ છે કે પાકિસ્તાનની સાથે હાલમાં વાતચીત શરૂ થવાની સંભાવના સોમવારે એક નાટકીય ઘટનાક્રમ હેઠળ સમાપ્ત થઇ ગઇ. શાંતિ સમજૂતિની ઠીલ્લી ઊડાવીને સતત સરહદ પર પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન અને કાશ્મીરના અલગતાવાદીને મહત્વ નહીં આપતા ભારતે 25 ઓગષ્ટના રોજ યોજાનારી વિદેશ સચિવ સ્તરની વાર્તા રદ કરી દીધી છે. પરંતુ કાશ્મીરી અલગતાવાદી નેતાઓ અને પાકિસ્તાન આ બેઠક કરવાની જીદ પર અડ્યા છે. મંગળવારે પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિત સાથે કાશ્મીરના અલગતાવાદી નેતાઓ મુલાકાત જારી રાખી શકે છે. કાશ્મીરના અલગાવવાદી નેતા ઉમર ફારુખ અને સૈયદ અલી શાહ ગિલાની મંગળવારે અબ્દુલ બાસિત સાથે મુલાકાત કરી શકે છે.

3.50 pm: ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ડીસામાં એક જાહેર સભાને સંબોધતા જાહેરાત કરી છે કે રાજ્યમાં સગર્ભા મહિલાઓને આપવામાં આવતી સહાય રૂપિયા 1600થી વધારીને રૂપિયા 6,000 કરવામાં આવશે.

3.44 pm: નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કૈથલથી ચૂંટણી રણશીંગુ ફૂક્યું હતું, જેમાં તેમણે લોકોને વિકાસનું આશ્વાસન આપ્યું. અને ભ્રષ્ટાચાર નાબુદ કરવા સાથસહકાર આપવા જણાવ્યું. મોદીએ શું કહ્યું પોતાના ભાષણમાં જુઓ વીડિયોમાં...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/M0BYGAjS2KE" frameborder="0" allowfullscreen></iframe></center>

03.27 PM: આજે શેરબજાર BSEનો સેન્સેક્સ 29.19 [0.11%] પોઇન્ટ વધીને 26,420.15ની સપાટીએ જ્યારે NSEનો નિફ્ટી 27.45 [0.35%] પોઇન્ટ વધીને 7,901.70ની સપાટીએ બંધ રહ્યો છે.

02.30 PM: ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આઝાદી પહેલા મક્કામાં જુનાગઢના નવાબની ચાર મિલકતો શોધવાનો આદેશ આપ્યો છે. જેનો ઉપયોગ મુસ્લિમ ધાર્મિકોના રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે થશે.

02.07 PM: રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું છે કે આગામી ટૂંક સમયમાં ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં સ્થાનાંતરિત કરવાનું કોઇ આયોજન નથી.

01.47 PM: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને (એસએમસી) સ્થાનિક સમસ્યાઓના નિકાલ માટે વોટ્સએપ નંબર 76 23 83 80 0076 23 83 80 00 રજૂ કર્યો છે. જેમાં નાગરિકો ફોટોગ્રાફ સહિત સમસ્યાઓ મોકલી શકશે.

01.07 PM: ગુજરાતના માંડવીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન તારાચંદ છેડા એક સપ્તાહના લંડન પ્રવાસે ગયા છે. તેઓ ત્યાં કિંગ્સબરીમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્માણ કરવામાં આવેલા નવા મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે.

12.27 PM: ટેસ્ટ શ્રેણીમાં પરાજય બાદ ટીમ ઇન્ડિયામાં ફેરબદલ, વનડે શ્રેણી માટે રવિ શાસ્ત્રીને બનાવાયા ડિરેક્ટર, ફિલ્ડિંગ અને બોલિંગ કોચને આરામ

12.08pm: લખનઉમાં મુલાયમ સિંહને મળવા પહોચ્યા અમર સિંહ, પાર્ટીમાં પુનરાગમનની અટકળો

12.00pm: હરિયાળના કૈથલમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી, ચૂંટણી પહેલાં કરી શકે છે યોજનાઓની જાહેરાત

11.50am: દેશમાં બંધ થશે આરટીઓ, પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું- કાયદો બનાવીને નવો વ્યવસ્થા લાવીશું

11.40am: દિલ્હી પોલીસે એંકાઉન્ટરમાં કોસ્ટેબલની હત્યાના આરોપી ફિરોજને ઠાર માર્યો.

11.30am: એબીપી-નિલ્સનના સર્વે અનુસાર મુખ્યમંત્રી માટે 43 ટકા લોકોની પ્રથમ પસંદગી સુશીલ મોદી છે, જ્યારે 28 લોકો લોકો નિતીશ કુમારની તરફેણમાં છે.

11.20am: સર્વેના અનુસાર બિહારમાં અત્યાર વિધાનસભાની ચૂંટણી થાય તો ભાજપને 50 ટકા, આરજેડી-જેડીયૂ ગઠબંધનને 44 ટકા વોટ મળવાના આસાર છે.

11.10am: બિહારની પેટાચૂંટણી પર એબીપી-નિલ્સનનો ઓપિનિયન પોલ: એનડીએને 4, લાલૂ-નિતીશ અને કોંગ્રેસ ગઠબંધનને પણ ચાર સીટો મળવાનું અનુમાન

11.00 am: વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેએ કહ્યું-'ટૂંક સમયમાં ઇક્વાડોર છોડીશ'
વિકીલીક્સના સંસ્થાપક જૂલિન અસાંજેએ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ઇક્વાડોરના લંડન સ્થિત દૂતાવાસને છોડી દેશે. ઉલ્લેખનીય છે કે અસાંજે જૂન 2012થી બચવા માટે ઇક્વાડોરના દૂતાવાસમાં શરણ લીધેલી છે.

10.30 am: ગાઝાપટ્ટીમાં ફિલીસ્તીની સંગઠન હમાસ અને ઇઝરાઇલી સેનાની વચ્ચે સંઘર્ષ વિરામ માટે જારી વાતચીતની વચ્ચે ઇઝરાઇલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ સોમવારે જણાવ્યું કે જો ફિલીસ્તીન તરફથી રોકેટ હુમલા થશે તો તેનો જવાબ આપવામાં આવશે.

10.00 am: મંગળવારે શેરબજારમાં શરૂઆતી કારોબારમાં તેજીનો માહોલ જોવા મળ્યો.

9.30 am: બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં મુઝફ્ફરપુર-નરકટિયાગંજ રેલખંડ પર સેમરા રેલવે ક્રોસિંગ પર ટ્રેન અને ઓટોની ટક્કરમાં 18 લોકોના મોત થયા બાદ રેલવેએ ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

9.00 am: ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગરેપ. 3 પુરુષો દ્વારા એક મહિલા પર બળાત્કાર ગુજારી તેને ઝાડની ડાળીએ લટકાવી દીધી.

8:53 am: ક્રૂડ ઓઇલ 14 માસના તળીએ, સત્પાહની નબળી શરૂઆત

8:30 am: ચીની સેનાની ફરી આડોડાઇ, ભારતના 25 કિમી સરહદ સુધી કરી ઘુસણખોરી.

8:15 am: નેપાળમાં પૂરના કારણે મરનારાઓની સંખ્યા 101 થઇ, જ્યારે બિહારમાં પૂરના કારણે મરનારાઓની સંખ્યા 10 છે તેમજ 10 લાખથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે.

8:00 am: સંયુક્ત અરબ અમિરાતમાં માર્ગ અકસ્માતમાં એક ભારતીય નાગરિકનું મોત થઇ ગયું છે. મીડિયામાં આવેલા અહેલથી આ સમાચાર મળ્યા છે.

You'll need Skype CreditFree via Skype
English summary
Latest news in brief of August 19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X