News In Brief (August 5): મોદીની નેપાળ વિઝિટમાં બ્રિફકેસ ગન સાથે સુરક્ષા જવાન હતો

nurse
નવી દિલ્હી, 5 ઓગસ્ટ: કેન્દ્ર સરકારે સોમવારે યૂપીએસસીની સીસેટ પરીક્ષામાંથી આ વખતે અંગ્રેજીનું પત્તુ સાફ કરી દીધું છે. કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે પરીક્ષામાં અંગ્રેજીના માર્ક્સ ગ્રેડિંગ અથવા મેરિટમાં સામેલ કરાશે નહીં. સાથે જ વર્ષ 2011માં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 2015માં વધુ એક તક આપવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓમાં હજી પણ અસંતોષ છે અને તેઓ સીસેટ પેપરને જ રદ કરવાની માંગ કરી રહ્યા છે.

દેશ-દુનિયાના તમામ સમાચારોથી અહીં રહો અપડેટ...

04.35pm : ગુજરાતમાં સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી 48 કલાક એટલે કે 6 અને 7 તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

4.22pm : ગુજરાત હાઇકોર્ટે નરોડા પાટીયા કેસમાં દોષિત બાબુ બજરંગીને હંગામી જામીન આપ્યા

04.05pm : ગુજરાત હાઇકોર્ટે અંદાજે 1.51 કરોડ રૂપિયાના ગુલમર્સાગ સોસાયટી ફંડ ઉચાપત કેસમાં માજિક કાર્યકર તિસ્તા સેતલવાડની ધરપકડ સામે 26 ઓગસ્સ્ટેટ, 2014 સુધી સ્ટે આપ્યો છે.

03.45 : નરેન્દ્ર મોદી ગુજરાતની 33 બહેનો સાથે દિલ્હીમાં રક્ષા બંધન ઉજવશે

03.25 : આજે સવારે રેડ ઝોનમાં ટ્રેડ થયા બાદ શેરબજારમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. આજે BSE સેન્સેક્સ 184.85 પોઈન્ટના સુધારા સાથે 25,908.01 પોઈન્ટની સપાટીએ, જ્યારે NSEનો નિફ્ટી 66.85 પોઈન્ટ વધીને 7,750.50 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

03.05pm : સમાચાર એજન્સીના ફોટો અહેવાલ અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળના કાઠમાંડુની મુલાકાત દરમિયાન સિક્યોરિટી પર્સોનલ બ્રિફકેસમાં છૂપી બંદૂક સાથે જોવા મળ્યો હતો.

02.50pm : ગુજરાતના કચ્છમાં આવેલી ખોરી ક્રિક ખાતે ભારતીય લશ્કરનું તાલીમી મથક સ્થપાશે.

11.30am : રિઝર્વ બેંકે ધિરાણ નીતિમાં તમામ દરો યથાવત રાખતા માર્કેટ રેડ ઝોનમાં.

10.52 am: ભારતીય ઓલંપિક સંઘ આઇઓએના મહાસચિવ રાજીવ મેહતા અને કુશ્તી રેફરી વીરેન્દ્ર મલિકને સોમવારે ઠોસ પુરાવાઓના અભાવે છોકી મૂકવામાં આવ્યા છે. આ બંને ભારતીય અધિકારીઓની કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન અલગ અલગ કારણોથી ધરપકડ કરવામાં આવી હતી.

10.00 am: આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં ફરી ચૂંટણી કરાવવાની માંગના પગલે આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં સંવિધાન પીઠ દ્વારા આ મુદ્દે સુનાવણી થશે. આ પીઠ કહેશે કે દિલ્હીમાં હાલમાં ચૂંટણી થવી જોઇએ કે નહીં.

9.40 am: દેશના પ્રમુખ શેરબજારમાં શરૂઆતી કારોબારમાં મંગળવારે તેજી જોવા મળી. પ્રમુખ સૂચકાંક સેંસેક્સ સવારે 9.29 વાગ્યે 35.18 પોઇંટની જડપની સાથે 25,758.34 પર અને નિફ્ટી પણ લગભગ આ સમયે 12.35 પોઇંટની તેજીની સાથે 7,696 પર કારોબાર કરી રહ્યું હતું.

9.15 am: ડિઆઇજી સુનીલ પારસ્કર કથિત રીતે બળાત્કારનો આરોપ લગાવનાર મોડેલ પર જ ખોટો આરોપ લગાવવાનો આરોપ તેના વકિલે લગાવ્યો છે. આ મોડેલનું કહેવું છે કે તેનો વકિલ લાંચિયો છે અને તેનો ક્રાઇમ બ્રાંચમાં આ અંગેનો રેકોર્ડ પણ છે.

8.52 am: 43 ભારતીય નર્સ લિબિયામાંથી કેરાલા હેમખેમ પાછી ફરી.

8.40 am: ઓબામાના એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે કેરીની ભારત યાત્રા ભારતની નવી સરકાર સાથેના મહત્વના સંબંધની શરૂઆત અને અમેરિકા માટે વ્યૂહાત્મક મૂલ્ય છે.

8.30 am: ઇઝરાયલ મિસ્રના પ્રસ્તાવ પર ગાઝા પટ્ટીમાં હમાસની સાથે 72 કલાકના સંઘર્ષ વિરામ માટે તૈયાર થઇ ગયું છે. જે મંગળવારે સવારે 8 વાગ્યાથી લાગુ થશે.

8.00 am: મુંબઇ પોલીસે પારસ્કર કેસમાં ફરિયાદી મોડેલનું નિવેદન નોંધ્યું. જોકે મોડેલના જ ભૂતપૂર્વ વકિલે એવો આરોપ લગાવ્યો કે ઉચ્ચ પોલીસ અધિકારી પર આવો આરોપ લગાવવો એ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X